શોધખોળ કરો
Advertisement
મેષ, કન્યા, તુલા રાશિવાળા ભૂલથી પણ ન કરતાં આ કામ, જાણો તમામ રાશિનું આજનું રાશિફળ
આજે ચંદ્ર મિથુન રાશિમાં છે. કેટલીક રાશિએ ખાસ સાવધાની રાખવાની જરૂર છે.
પંચાગ અનુસાર આજે માગશર સુદ ચૌદશની તિથિ છે. આજે પૂનમની તિથિ પણ શરૂ થઈ રહી છે. આજે ચંદ્ર મિથુન રાશિમાં છે. કેટલીક રાશિએ ખાસ સાવધાની રાખવાની જરૂર છે.
મેષઃ આજે ખુદને સુરક્ષિત અને સજાગ રાખવાની જરૂર છે. સંપત્તિને લઇ પરિવારના સભ્યોમાં વિવાદની સ્થિતિ બની શકે છે.
વૃષભઃ આજે લક્ષ્ય પ્રાપ્તિ માટે સકારાત્મકતા જાળવી રાખજો. પરિવાર અને સંબંધોમાં જૂના વિવાદોને દૂર કરવાનો મોકો મળશે, થોડા નમ્ર રહીને સ્થિતિ કે વિવાદોનું સમાધાન કાઢો.
મિથુનઃ આજે કામમાં બેદરકારી ન દાખવતાં. ઘરમાં બદલવાની સંભાવના છે. પરિવારના વડીલો સાથે વાતચીત બાદ જ મહત્વપૂર્ણ ફેંસલા લો.
કર્કઃ આજના દિવસની શરૂઆત સકારાત્મક અને ઉર્જાથી ભરપૂર રહેશે. વિરોધીઓને પછાડવા માટે કામની રીતમાં બદલાવ લાવવો પડશે.
સિંહઃ આજેના દિવસે કોઇ અણગમતી ઘટનાનો સામનો થઈ શકે છે. જૂના મિત્રો તથા સંબંધીને મળવાનો અવસર મળશે. પિતાને આપેલું આશ્વાસન પૂરું કરવાનો સમય આવી ગયો છે.
કન્યાઃ આજના દિવસે ખુદને સંયમિત રાખજો. પોતાની વાતોથી લોકોને સંતુષ્ટ કરી શકશો. કોઈ જૂના મિત્રથી લાભ મળી શકે છે.
તુલાઃ આજનો દિવસ ભાગ્યની મજબૂતીનો ઇશારો કરે છે. આજે તમારા તમામ કામ પૂરા થઈ શકે છે. પરિવારમાં પ્રેમ સ્નેહ જળવાઈ રહેશે.
વૃશ્ચિકઃ આજના દિવસે તમામ સાથે વિનમ્રતાથી વાત કરો. જીવન સાથી અને વડીલોના સ્વાસ્થ્યનો ખ્યાલ રાખો. ઘરે મિત્રો કે સંબંધી આવવાની શક્યતા છે.
ધનઃ આજના દિવસે સફળતા માટે કઠોર પરિશ્રમ માટે ઝઝૂમવું પડશે. પરિવારમાં કોઇ પર્સનલ પ્રોબ્લેમ હોય તો ખુદ પહેલકરીને સમાધાન કરો. વાહન ચલાવતી વખતે નિયમોનું પાલન કરજો, નહીંતર દુર્ઘટના થઈ શકે છે.
મકરઃ આજેના દિવસો સમાજ પ્રત્યે નિષ્ઠા વધારજો. અનુષ્ઠાન અને માંગલિક કાર્યક્રમોમાં ભાગીદારી કરવી પડી શકે છે. લાંબી યાત્રાની સંભાવના છે.
કુંભઃ આજના દિવસે મન પરેશાન રહી શકે છે. અધ્યાત્મ ચિંતનમાં વૃદ્ધિ થશે. પારિવારિક મામલામાં દિવસ સામાન્ય રહી શકે છે. બગડેલા સંબંધો ઠીક કરવાનો પ્રયાસ કરો.
મીનઃ આજનો દિવસ આર્થિક દ્રષ્ટીએ લાભદાયક રહેશે. પરિવારમાં તમારી સલાહને મહત્વ મળશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
બિઝનેસ
ક્રિકેટ
દેશ
Advertisement