શોધખોળ કરો
Advertisement
IND Vs AUS: ટી20 સીરિઝ માટે ટીમ ઈન્ડિયામાં થયો ફેરફાર, આ ત્રણ ખેલાડીઓને નહીં મળે તક
ટીમ ઈન્ડિયાએ ટી20 સીરિઝ માટે ખેલાડીઓના નામની જાહેરાત કરી દીધી છે. જેમાં કેટલાક ફેરફાર કર્યા છે.
IND Vs AUS: ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શુક્રવારે ત્રણ મેચોની ટી 20 સીરિઝની પ્રથમ મેચ રમાવાની છે. ટીમ ઈન્ડિયાએ આ સીરિઝ માટે ખેલાડીઓના નામની જાહેરાત કરી દીધી છે. જેમાં કેટલાક ફેરફાર કર્યા છે.
ટીમ મેનેજમેન્ટે નિવેદન જાહેર કરીને જણાવ્યું કે, શુભમન ગિલ , શાર્દુલ ઠાકુર અને કુલદીપ યાદવ ટી20 સીરિઝમાં સામેલ કરવામાં આવ્યા નથી. જો કે, ટીમ ઈન્ડિયાએ એ સ્પષ્ટતા કરી છે કે, શુભમન ગિલ , શાર્દુલ ઠાકુર અને કુલદીપ યાદવ હાલ ઓસ્ટ્રેલિયા માટે ટીમ ઈન્ડિયા સાથે રહેશે. આ ખેલાડીઓને રિઝર્વ ખેલાડી તરીકે ટીમ ઈન્ડિયા સાથે રાખવામાં આવ્યા છે.
શુભમન ગિલ, શાર્દુલ ઠાકુર અને કુલદીપ યાદવને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ અંતિમ વનડે મેચમાં રમવાની તક આપવામાં આવી હતી. તે સિવાય તેમના સ્થાને બે નવા ખેલાડી ટીમ ઈન્ડિયા સાથે ટી20 સીરિઝ માટે સામેલ કરાયા છે. દીપક ચહર અને વોશિંટન સુંદર આઈપીએલથી સીધા ઓસ્ટ્રેલિયા પહોંચ્યા હતા અને તેમને હવે ટી20 સીરિઝમાં રમવાની તક મળશે.
પ્રથમ ટી-20 4 ડિસેમ્બરે કેનબરામાં રમાશે. બીજી અને ત્રીજી ટી-20 અનુક્રમે 6 અને 8 ડિસેમ્બરે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાશે. ભારતીય સમય પ્રમાણે બપોરે 1.40 કલાકે મેચ શરૂ થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement