હેમિલ્ટનઃ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ વન ડેમાં ન્યૂઝીલેન્ડનો 4 વિકેટથી વિજય થયો હતો. ભારતે મેચ જીતવા આપેલા 348 રનના લક્ષ્યાંકને ન્યૂઝીલેન્ડની ટીમે 48.1 ઓવરમાં 6 વિકેટ ગુમાવી હાંસલ કરી લીધો હતો. ન્યૂઝીલેન્ડ તરફથી રોસ ટેલરે 84 બોલમાં અણનમ 109 રન ફટકાર્યા હતા. કેપ્ટન ટૉમ લાથમે 48 બોલમાં 69 રન અને હેનરી નિકોલસે 82 બોલમાં 78 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડે તેના વન ડે ઈતિહાસનો સર્વોચ્ચ રન ચેઝ કર્યો હતો. ભારત તરફથી કુલદીપ યાદવે 10 ઓવરમાં 84 રન આપી 2 વિકેટ લીધી હતી.

ભારતે પ્રથમ બેટિંગ કરતાં નિર્ધારીત 50 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 347 રન બનાવ્યા હતા. શ્રેયસ ઐયરે કરિયરની પ્રથમ સદી ફટકારતાં 107 બોલમાં 103 રન બનાવ્યા હતા. લોકેશ રાહુલ 64 બોલમાં 88 રન અને કેદાર જાધવ 15 બોલમાં 26 રન બનાવી અણનમ રહ્યા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી ટીમ સાઉથીએ 10 ઓવરમાં 85 રન આપી 2 વિકેટ લીધી હતી.

ભારતે વધારાની ફેંકી 4 ઓવર

ભારત સામે ટી-20 સીરિઝમાં 5-0થી વ્હાઇટવોશનો સામનો કરનારી કિવી ટીમને ભારતની દિશાહિન બોલિંગનો ફાયદો મળ્યો હતો. ભારતીય ટીમે 29 રન એકસ્ટ્રા આપ્યા હતા. જેમાં 24 વાઇડ હતા. એટલેકે ભારતે 4 ઓવર વધારાની ફેંકી હતી. વન ડેમાં વર્લ્ડના નંબર-1 બોલર જસપ્રીત બુમરાહે સૌથી વધુ 9 અને શમીએ 6 વાઇડ નાંખ્યા હતા.

13 વર્ષ બાદ વાઇડના આપ્યા 20થી વધુ રન

ભારતીય ટીમે 13 વર્ષ બાદ વાઇડના 20થી વધારે રન આપ્યા હતા. 2007માં ઓસ્ટ્રેલિયા સામે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતે 26 રન વાઈડના આપ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતાં 193 રન બનાવ્યા હતા. જેમાં 26 રન વાઈડ હતા, જેમાંથી આરપી સિંહે 9 અને ઝહીર ખાને 5 વાઇડ નાંખ્યા હતા. જોકે ભારતે મેચ 2 વિકેટથી જીતી લીધી હતી.

આ રાજ્યમાં ટુ વ્હીલર ખરીદવા પર મળશે ફ્રી હેલ્મેટ, પરિવહન મંત્રીએ આપ્યો આદેશ

શોએબે ભારતનો ક્યો યુવા ક્રિકેટર ભારતની ટીમમાંથી રમશે એવી આગાહી કરી ? પાકિસ્તાનને પ્રેરણા લેવા કહ્યું

ભારતની અંડર 19 ટીમનો આ સ્ટાર સાંજે પાણી-પુરી વેચીને પરિવારનું ગુજરાન ચલાવતો, જાણો વિગત

IND v NZ: પૃથ્વી શૉ અને મયંક અગ્રવાલની ઓપનિંગ જોડીએ રચ્યો ઈતિહાસ, જાણો વિગત