શોધખોળ કરો
Advertisement
સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ સીરિઝમાં બુમરાહના સ્થાને કયા ખેલાડીનો કરાયો સમાવેશ, જાણો વિગત
ઉમેશ યાદવ છેલ્લી ટેસ્ટ 14-18 ડિસેમ્બર, 2018 દરમિયાન ઓસ્ટ્રેલિયા સામે પર્થમાં રમ્યો હતો.
નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકા સામે 2 ઓક્ટોબરથી શરુ થનાર ટેસ્ટ શ્રેણી પહેલા ભારતીય ક્રિકેટ ટીમને મોટો ફટકો પડ્યો છે. ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને કમરમાં મામૂલી ફ્રેક્ચર થઈ ગયું છે અને આ કારણે તે દક્ષિણ આફ્રિકા સામે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. તેના સ્થાને ફાસ્ટ બોલર ઉમેશ યાદવનો ટીમ ઇન્ડિયામાં સમાવેશ કરાયો છે. બીસીસીઆઈ દ્વારા ટ્વિટ કરીને આ જાણકારી આપવામાં આવી હતી.
ઉમેશ યાદવે 41 ટેસ્ટમાં 119 વિકેટ ઝડપી છે. જેમાં તેનો શ્રેષ્ઠ દેખાવ 88 રનમાં 6 વિકેટ છે. જ્યારે મેચમાં 133 રનમાં 10 વિકેટ છે. તેણે કરિયરમાં 5 વિકેટ બે વખત અને 10 વિકેટ એકવાર ઝડપી છે.
ઉમેશ યાદવ છેલ્લી ટેસ્ટ 14-18 ડિસેમ્બર, 2018 દરમિયાન ઓસ્ટ્રેલિયા સામે પર્થમાં રમ્યો હતો. આ સીરિઝમાં ભારતનો ઐતિહાસિક વિજય થયો હતો. ભારતે પ્રથમ વખત ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી જીતી હતી. સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણી પહેલા ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ફટકો, જસપ્રીત બુમરાહ ફ્રેક્ચરના કારણે થયો બહાર સાવરકુંડલાના હાડીડામાં અજાણ્યા શખ્સોએ વૃદ્ધાને દોરીથી ગળેટૂંપો દઈ કરી હત્યા, ગામમાં ચકચાર પાકિસ્તાનમાં ભૂકંપથી રોડના થઈ ગયા ટુકડે ટુકડા, આખી ગાડી અંદર સમાઈ ગઈ, જુઓ તસવીરોBoard of Control for Cricket in India: Umesh Yadav replaces Jasprit Bumrah in India's Test squad. Jasprit Bumrah has sustained a minor stress fracture in his lower back&has been ruled out of upcoming Paytm Freedom Series for Gandhi-Mandela Trophy against South Africa. (file pics) pic.twitter.com/XIeWs4bIL5
— ANI (@ANI) September 24, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement