શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
INDvWI: વિન્ડિઝના ઓપનરોએ બનાવ્યો T20માં શરમજનક રેકોર્ડ, જાણો વિગત
મેચની શરૂઆતમાં જ વેસ્ટ ઈન્ડિઝના ઓપનરોએ એક અણગમતો રેકોર્ડ બનાવ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝના બંને ઓપનરો ખાતું પણ ખોલાવી શક્યા નહોતા.
![INDvWI: વિન્ડિઝના ઓપનરોએ બનાવ્યો T20માં શરમજનક રેકોર્ડ, જાણો વિગત India vs west indies first t20 Both windies openers dismissed for a duck INDvWI: વિન્ડિઝના ઓપનરોએ બનાવ્યો T20માં શરમજનક રેકોર્ડ, જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/08/03215835/evin-lewis.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ફ્લોરિડાઃ યજમાન વેસ્ટ ઈન્ડિઝ સામેની 3 ટી20 મેચની શ્રેણી પૈકીની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ટૉસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. વેસ્ટ ઈન્ડિઝે 20 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 95 રન બનાવ્યા હતા. ભારત તરફથી તમામ બોલરો વિકેટ લીધી હતી.
મેચની શરૂઆતમાં જ વેસ્ટ ઈન્ડિઝના ઓપનરોએ એક અણગમતો રેકોર્ડ બનાવ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝના બંને ઓપનરો ખાતું પણ ખોલાવી શક્યા નહોતા. પ્રથમ ઓવરના બીજા જ બોલ પર વોશિંગ્ટન સુંદરે કેમ્પબેલને કૃણાલ પંડ્યાના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. જ્યારે બીજી ઓવરના છેલ્લા બોલર પર લુઇસને ભુવનેશ્વર કુમારે બોલ્ડ કર્યો હતો.
T20 ઈન્ટરનેશલમાં વેસ્ટ ઈન્ડિઝના બંને ઓપનરો ખાતું પણ ન ખોલાવી શક્યા હોય તેવી માત્ર બીજી ઘટના હતી. આ પહેલા 2018માં ન્યૂઝીલેન્ડ સામે ક્રિસ ગેઈલ અને વોલ્ટન પણ ખાતું ખોલાવી શક્યા નહોતા.
INDvWI: નવદીપ સૈનીએ ડેબ્યૂ મેચમાં જ બનાવ્યો મોટો રેકોર્ડ, જાણો વિગત
INDvWI: T20 ઈન્ટરનેશનલમાં ભારતીય બોલરોએ માત્ર ત્રીજીવાર કર્યું આ કારનામું, જાણો વિગત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
આરોગ્ય
શિક્ષણ
સમાચાર
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)