શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
IND vs West Indies: વેસ્ટ ઈન્ડિઝે ટીમની કરી જાહેરાત, કયા ધૂરંધર ખેલાડીની થઈ એન્ટ્રી? જાણો વિગત
આ સાથે વેસ્ટઈન્ડીઝ A ટીમ માટે કેપ્ટનશીપ કરનાર શમરાહ બ્રૂક્સને પહેલીવાર ટેસ્ટમાં તક અપાઈ છે. 13 ખેલાડીઓની આ ટીમમાં ટી20નો કેપ્ટન અને ઓલરાઉન્ડર ક્રેગ બ્રેથવેટ પણ સામેલ છે.
ભારત સામે ટેસ્ટ સિરીઝ માટે યજમાન વેસ્ટ ઈન્ડીઝ ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ ટીમની કેપ્ટનશીપ જેસન હોલ્ડરને સોંપવામાં આવી છે. જે ઈજાના કારણે ઈંગ્લેન્ડ સામે અંતિમ ટેસ્ટ મેચ રમી શક્યો નહતો. બે મેચોની ટેસ્ટ સિરીઝની શરૂઆત 22 ઓગસ્ટથી અંટીગામાં થશે.
આ સાથે વેસ્ટઈન્ડીઝ A ટીમ માટે કેપ્ટનશીપ કરનાર શમરાહ બ્રૂક્સને પહેલીવાર ટેસ્ટમાં તક અપાઈ છે. 13 ખેલાડીઓની આ ટીમમાં ટી20નો કેપ્ટન અને ઓલરાઉન્ડર ક્રેગ બ્રેથવેટ પણ સામેલ છે. આ ઉપરાંત સીનિયર ખેલાડી ડેરેન બ્રાવોની પણ ટીમમાં એન્ટ્રી થઈ છે. જે ટીમ ઇન્ડિયા માટે એક પડકાર સમાન સાબિત થઈ શકે છે. આ સાથે બેટ્સમેન ઈવિન લુઈસ, ઝડપી બોલર શેલ્ડન કોટરેલ અને આશાને થોમસને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે ટીમ ઇન્ડિયાએ ટી20 સિરીઝમાં શાનદાર પ્રદર્શન કરી વેસ્ટઈન્ડીઝને ક્લિન સ્પીવ કરી હતી. જ્યારે 3 વન ડે મેચની સિરીઝમાં પહેલી વનડે વરસાદનો ભોગ બની હતી. જ્યારે બાકીના બે વન ડે 11 ઓગસ્ટ અને 14 ઓગસ્ટે રમાશે. ટેસ્ટ સિરીઝની પહેલી મેચ એન્ટીગામાં 22 ઓગસ્ટે થશે જ્યારે બીજી ટેસ્ટ 30 ઓગસ્ટે રમાશે.BREAKING: West Indies release squad for Test v India in Antigua & Jamaica! #WIRally #MenInMaroon #ItsOurGame Squad details below! ⬇️⬇️⬇️⬇️⬇️https://t.co/IYOskTKQX6 pic.twitter.com/lx9gV9Y6rO
— Windies Cricket (@windiescricket) August 9, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
આઈપીએલ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion