શોધખોળ કરો

150+ ની ઝડપથી બોલિંગ કરનાર નવદીપ સૈનીએ કર્યો મોટો ખુલાસો, કહ્યું- આ બોલર પાસેથી શીખ્યો યોર્કર

મેચ બાદ નવદીપ સૈની અને શાર્દુલ ઠાકુરે યુઝવેન્દ્ર ચહલને આપેલા ઇન્ટરવ્યૂમાં પોતાના પ્રદર્શન અંગે વાત કરી.

નવી દિલ્હીઃ ભારતે શ્રીલંકા સામે  બીજી ટી20 મેચમાં સાત વિકેટે જીત મેળવી હતી. આ જીતમાં ફાસ્ટ બોલર નવદીપ સૈની અને શાર્દુલ ઠાકુરની જોડીએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આ બન્ને ફાસ્ટ બોલરોએ મળીને કુલ પાંચ વિકેટ લીધી હતી. નવદીપ સૈનીએ ઇન્દોરમાં રમાયેલ મેચમાં ચાર ઓવરના સ્પેલમાં માત્ર 18 રન આપીને બે વિકેટ ઝડપી હતી. તેને મેન ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યા હતા. જ્યારે શાર્દુલ ઠાકુરે 23 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. મેચ બાદ નવદીપ સૈની અને શાર્દુલ ઠાકુરે યુઝવેન્દ્ર ચહલને આપેલા ઇન્ટરવ્યૂમાં પોતાના પ્રદર્શન અંગે વાત કરી. નવદીપે ઇનિંગના 8માં ઓવરમાં એક શાનદાર યોર્કર બોલ ફેંક્યો હતો. આ યોર્કર કરી તેને શ્રીલંકાના બેટ્સમેન દાનુષ્કા ગુણાતિલકાને પેવેલિયન ભેગો કર્યો હતો. આ બોલની સ્પીડ 148 કિમી/કલાક હતી. સૈનીએ કહ્યું કે તેને યોર્કર નાખવાની કળા ટીમ ઇન્ડિયાના ઝડપી બોલર જસપ્રિત બુમરાહ પાસેથી શીખી છે. નવદીપ સૈનીએ કહ્યું કે,‘મે મેચમાં સારા યોર્કર બોલ નાખ્યા. હું જ્યારે પણ બુમરાહને યોર્કર અંગે વાત કરતો તેઓ ખૂબ જ સટીકતા સાથે મારી સાથે વાત કરતા અને શીખડાવતા.’ આ મેચમાં સૌથી ઝડપી બોલ નવદીપ સૈનીએ ફેંક્યો હતો. તેને 151 કિમી/કલાકની ઝડપથી બોલ ફેંક્યો હતો. આપને જણાવી દઈએ કે નવદીપ આઇપીએલમાં વિરાટ કોહલીની ટીમ આરસીબી તરફથી રમે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શ્રીલંકા પ્રવાસ માટે આ દિવસે જાહેર થશે ટીમ ઈન્ડિયા: 5 સ્ટાર ખેલાડી આઉટ, નવા ચહેરાઓને ચાન્સ

પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ

મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ

2 ખેલાડી અને 10 કરોડ રોકડા! હાર્દિક પંડ્યાને લેવા આ ટીમે મુંબઈ ઈન્ડિયન્સને આપી ઓફર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માણસ ક્યારે સમજશે ?
Hun To Bolish : હું તો બોલીશ : કરે કોઈ અને ભરે કોઈ
Ahmedabad Flood: સાણંદ-બાવળાની સ્થિતિને લઈને પ્રશાસન એક્શનમાં
Rajkot Fraud Case: વિદેશ ટુરનું બુકિંગ કરતા પહેલા સાવધાન, રાજકોટમાં 50 લાખથી વધુની છેતરપિંડી
Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદના બીજા રાઉંડને લઈ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન

ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ
મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ
પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ
પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
2 ખેલાડી અને 10 કરોડ રોકડા! હાર્દિક પંડ્યાને લેવા આ ટીમે મુંબઈ ઈન્ડિયન્સને આપી ઓફર
2 ખેલાડી અને 10 કરોડ રોકડા! હાર્દિક પંડ્યાને લેવા આ ટીમે મુંબઈ ઈન્ડિયન્સને આપી ઓફર
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા બોલાવશે! બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ભારે આગાહી

Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ

Embed widget