કોલકાતા સામેની મેચમાં મુંબઈના સુકાની રોહિત શર્માને ખોટી રીતે એલબીડબ્લ્યુ આઉટ આપતા તે અકળાયો હતો અને તેણે અમ્પાયર નંદનના નિર્ણય સામે જાહેરમાં વિરોધ કર્યો હતો. ત્યારબાદ આઈપીએલની આચારસંહિતા મુજબ શર્માને ચેતવણી આપવામાં આવી હતી.
2/3
નવી દિલ્લી: ઓન ફિલ્ડ અમ્પાયર સીકે નંદન તથા નિતિન મેનને કરેલા બ્લન્ડરના કારણે ભારતીય અમ્પાયર્સનું નીચલું સ્ટાન્ડર્ડ ફરીથી સપાટી પર આવી ગયું છે. મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં હૈદરાબાદના ઓપનર ડેવિડ વોર્નરે બુમરાહે નાખેલી છઠ્ઠી ઓવરના છેલ્લા બોલે બાઉન્ડ્રી ફટકાર્યા બાદ ત્યારપછીની મેક્લેનહાને નાખેલી સાતમી ઓવરનો પ્રથમ બોલ રમવા માટે સ્ટ્રાઈક પર પહોંચી ગયો હતો. અને તે બોલ પણ રમ્યો હતો. બન્ને ફિલ્ડ અમ્પાયરને તેમની આ ભૂલનો સહેજ પણ ખ્યાલ આવ્યો નહોતો.
3/3
ટીવી અમ્પાયર વાયસી બોર્ડેએ પણ વોર્નર કે અમ્પાયર્સની ભૂલ અંગે કોઈ નોટિસ કર્યું નહોતું અને વોર્નર સાતમી ઓવરનો પ્રથમ બોલ રમ્યો હતો. વાનખેડે ખાતે રમાયેલી છેલ્લી મેચમાં પણ આ બન્ને અમ્યાપર હતા અને તેમને મુંબઈના બે બેટ્સમેનોને ખોટા આઉટ આપ્યા હતા.