હાર્દિક આગળ કહ્યું કે, સ્પષ્ટ છે કે સારી બોલિંગ થાય તો મારે તેનું સન્માન કરવું પડશે. તેના વિશે હું કંઈ નથી કરી શકતો. મારી રમત કંઈક એવા પ્રકારની છે. હું સકારાત્મક રહું છું, જેનો મને ફાયદો મળે છે.
2/5
હાર્દિક અત્યાર સુધીમાં આ સિઝનમાં કુલ 14 વિકેટ ઝડપી છે. જે એક સારી બાબત છે. પર્પલ કેપ મળવા પર ખુશી વ્યક્ત કરતા પંડ્યાએ કહ્યું કે, આ સારી વાત છે. આ મારો પ્રયાસ નહોતો. પરંતુ કેપ તમારી પાસે ત્યારે જ છે જ્યારે તમે વધારે વિકેટ ઝડપો છો, હું ખુશ છું.
3/5
આ મેચમાં હાર્દિક પંડ્યાએ 20 બોલમાં અણનમ 35 રન બનાવ્યા. આ બાદ બોલિંગમાં પણ કમાલ બતાવતા ચાર ઓવરમાં 19 રન આપીને 2 વિકેટ ઝડપી. એક ખાસ વાત એ પણ છે કે હાર્દિક પંડ્યા હવે આ ટૂર્નામેન્ટમાં સૌથી વધારે વિકેટ લેનારો ખેલાડી બની ગયો છે.
4/5
હાર્દિક કહ્યું કે, હું કંઈ અલગ નથી કરી રહ્યો. આ એવું છે કે કોઈ દિવસે તમે સારું પ્રદર્શન કરો છો. મેં બેટિંગ પ્રેક્ટિસ કરવાનું છોડી દીધું છે. હું અલગ રીતે વિચારું છું. હું હકીકતમાં પોઝિટીવ છું. સાચું કહું તો આ એક શોટ વિશે છે. તમે એક સિક્સર લગાવો છે અને અચાનકથી બધુ બદલાઈ જાય છે.
5/5
મુંબઈઃ વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલ ઇન્ડિયન પ્રીમિયર લીગના મહત્ત્વપૂર્ણ મેચમાં મુંબઈ ઇન્ડિયન્સના બેટ્સમેન હાર્દિક પંડ્યા હીરો સાબિત થયા. કોલકાતા નાઈટરાઈડર્સ વિરૂદ્ધ ઓલરાઉન્ડર પ્રદર્શન કર્યા બાદ તેણે મેન ઓફ ધ મેચથી નવાજવામાં આવ્યા. મેચ ખત્મ થયા બાદ જ્યારે હાર્દિક પંડ્યાને તેની રમત વીશે પૂછવામાં આવ્યું તો તેણે ચોંકાવારના ખુલાસા કર્યા.