શોધખોળ કરો
Advertisement
IPL: અજીબ રીતે આઉટ થયો આ બેટ્સમેન, અમ્પાયરે આપી દીધો ચોગ્ગો, જુઓ Video
રાજસ્થાન રોચયલ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને 3 વિકેટે હાર આપી હતી. એવમાં તેની પ્લે ઓફમાં પહોંચવાની આશા જીવંત છે.
નવી દિલ્હીઃ રાજસ્થાન રોચયલ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને 3 વિકેટે હાર આપી હતી. એવમાં તેની પ્લે ઓફમાં પહોંચવાની આશા જીવંત છે. 17 વર્ષના યુવા ખેલાડી રિયાન પરાગે 47 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જેના જોરે રાજસ્થાને આ શાનદાર જીત મેળવી હતી. તેની સાથે જ કેકેઆરની આ સતત છઠ્ઠી હાર હતી. જોકે મેચ દમરિયાન કંઈક એવું થયું કે જેને જોઈને બધા હેરાન રહી ગયા.
રાજસ્થાનની બેટિંગમાં 19મી ઑવર આન્દ્રે રસેલ ફેંકી રહ્યો હતો. પહેલા 3 બૉલ પર રિયાને જોફ્રા આર્ચર સાથે 3 સિંગલ લીધા. આ સમયે ટીમને જીત માટે 9 બૉલમાં 15 રનની જરૂર હતી, પરંતુ રિયાને આ ઑવરનાં ચોથા બૉલ પર છગ્ગો લગાવીને માહોલ રાજસ્થાનનાં પક્ષમાં કરી દીધો હતો. તેના પછીનાં જ બૉલે, જે એક ઝડપી બાઉન્સર હતો, રિયાને મોટો શૉટ ફટકારવાનો પ્રયત્ન કર્યો. બૉલ તેના બેટ પર લાગીને વિકેટની પાછળની બાઉન્ડ્રી પાર ગયો. અમ્પાયરે તરત જ તેને ચોગ્ગો આપ્યો હતો, પરંતુ હકીકત કંઇક અલગ હતી.
M43: KKR vs RR – Riyan Parag Wicket https://t.co/6x9ACYjFUr
— amit kumar (@amitkum66253697) April 25, 2019
રિયાને જેવો જ શૉટ માર્યો તેનું બેટ સ્ટંપ્સ પર અડ્યું હતુ અને બેલ્સ પડી ગઇ હતી. આ જોઇ રિયાન પેવિલિયન પરત જવા માંડ્યો હતો, ત્યારે અમ્પાયરને થયું કે તેમનો નિર્ણય ખોટો છે. તેમણે તરત જ પોતાનો નિર્ણય બદલ્યો અને થર્ડ એમ્પાયર પાસે ચેક કરાવ્યું. રસેલનો આ બૉલ નૉ બૉ નહોતો અને રીપ્લેમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું હતુ કે રિયાન પરાગ હિટ વિકેટ આઉટ છે. આ રીતે રિયાન પરાગે પોતાની વિકેટ ગુમાવી દીધી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion