નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝનમાં નવા કેપ્ટન સાથે મેદાનમાં ઉતરેલી KKRની ટીમ આ વખતે સારુ પરફોર્મન્સ કરી રહી છે. કોલકત્તા નાઇટ રાઇડર્સની ટીમને આ વખતે ભારતીય યુવા કેપ્ટન શ્રેયસ અય્યર લીડ કરી રહ્યો છે, સળંગ બે જીત બાદ હવે ટીમ માટે એક મોટા ખુશીના સમાચાર સામે આવ્યા છે. હવે ટીમ સાથે આઇપીએલમાં તરખાટ મચાવનારો ફાસ્ટ બૉલર પેટ કમિન્સ જલદી જોડાઇ જશે.
કોલકત્તા નાઇટ રાઇડર્સ માટે આ વખતની શરૂઆત ખુબ સારી રહી છે, પોતાની પ્રથમ મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સને હરાવ્યા બાદ ગઇકાલે પંજાબ કિંગ્સને હરાવીને બે મેચોમાં જીત મેળવી લીધી છે. હવે KKR સાથે ઓસ્ટ્રેલિયન ઘાતક ફાસ્ટ બૉલર પેટ કમિન્સ મુંબઇ સામેની મેચમાં કમબેક કરી લેશે. આ પછી ટીમનુ સંતુલન વધુ મજબૂત બની જશે.
પેટ કમિન્સની વાપસી, મુંબઇ ઇન્ડિયન્સ સામેની મેચમાં રમશે-
ઓસ્ટ્રેલિયન ટેસ્ટ કેપ્ટન પેટ કમિન્સ IPL પહેલા પાકિસ્તાન સામેની ટેસ્ટ શ્રેણીમાં ભાગ લઈ રહ્યો હતો, ત્યાર બાદ તેણે 30 માર્ચે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે શેન વોર્નના અંતિમ સંસ્કારમાં હાજરી આપી હતી. પાકિસ્તાન સામેની ટેસ્ટ શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કરનાર પેટ કમિન્સ 6 એપ્રિલે મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં પોતાનો આઈસોલેશન સમયગાળો પૂરો કર્યા બાદ ટીમ સાથે જોવા મળી શકે છે.
મેગા ઓક્શનમાં લાગી હતી મોટી બોલી -
મેગા ઓક્શનમાં કોલકાતાએ ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બૉલર પેટ કમિન્સને 7.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. પેટ કમિન્સ છેલ્લી બે સિઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમ સાથે રમી રહ્યો છે. આ લીગમાં અત્યાર સુધી તેને 37 મેચ રમી છે અને 38 વિકેટ પોતાના નામે કરી છે.
--
આ પણ વાંચો........
કાકડી ખાવાથી શરીરમાં થાય છે ઘણા બધા ફાયદા, ગરમીમાં વધારે ખાવી જોઈએ
તમારે પાતળા થવુ હોય તો આ 5 મસાલાને ડાયેટનો ભાગ બનાવો, ઝડપથી ઘટશે વજન
રાજ્યમાં પોલીસ વિભાગ દ્વારા 57 PIની કરવામાં આવી બદલી, જુઓ આ રહ્યું લિસ્ટ