IPL 2022 - ઇન્ડિયન પ્રીમિયર લીગની 15 સિઝનની શરૂઆત 26 માર્ચે એટલે કે આજથી થઇ જશે. પહેલી મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સની ટક્કર કોલકત્તા નાઇટ રાઇડર્સ સાથે થશે. આઇપીએલમાં ગયા વર્ષે બન્ને ટીમો વચ્ચે ફાઇનલ રમાઇ હતી. જેમાં ચેન્નાઇ સુપર કિંગ્સે બાજી મારી હતી. સીએસકે અને કેકેઆરની કોશિશ રહેશે કે પહેલી મેચમાં જીતીની ટૂર્નામેન્ટમાં વિજયી પ્રારંભ કરવામા આવે.


બન્ને ટીમોને મળ્યા છે નવા કેપ્ટન- 
આઇપીએલ 2022 માં ચેન્નાઇ કોલકત્તાની ટીમમાં કેટલાય ફેરફારો કરવામા આવ્યા છે. ધોનીએ ચેન્નાઇ સુપર કિંગ્સની કેપ્ટનશીપ છોડી દીધી છે, અને હવે રવિન્દ્ર જાડેજા સીએસકે ટીમની આગેવાની કરશે. જ્યારે કેકેઆરની કેપ્ટનશીપ યુવા ખેલાડી શ્રેયસ અય્યરને સોંપવામા આવી છે. 


સીએસેકે અને કેકેઆરના હેડ ટૂ હેડ આંકડા -
અત્યાર સુધી ચેન્નાઇ અને કોલકત્તાની વચ્ચે આઇપીએલમાં કુલ 26 મેચો રમાઇ છે. આમાંથી 17 મેચમાં ચેન્નાઇએ જીત મેળવી છે, જ્યારે કેકેઆર માત્ર આઠ મેચોમાં જ જીતી શકી છે, જ્યારે એક મેચ ટાઇ રહી છે. આઇપીએલ 2021 માં બન્ને વચ્ચે ફાઇનલ મેચ સહિત ત્રણ મેચો રમાઇ હતી. જેમાં કોલકત્તાની ટીમ તમામ મેચો હારી ગઇ હતી. કોલકત્તાને હરાવીને ચેન્નાઇની ટીમ ગઇ વખત ચેમ્પીયન બની હતી.  


આટલો રહ્યો છે બન્ને ટીમોનો હાઇએસ્ટ સ્કૉર - 
ચેન્નાઇએ કોલકત્તા વિરુદ્ધ રમતા 220 રનોનો હાઇએસ્ટ સ્કૉર બનાવ્યો છે. જ્યારે કેકેઆરની ટીમે ચેન્નાઇ વિરુ્દ્ધ 202 રનોનો હાઇએસ્ટ સ્કૉર બનાવ્યો છે. લૉએસ્ટ સ્કૉરની વાત કરીએ તો ચેન્નાઇનો લૉએસ્ટ સ્કૉર 114 રન અને કોલકત્તાનો લૉએસ્ટ સ્કૉર 108 રન છે. 


 


આ પણ વાંચો.........


આજથી IPL 2022ની શરૂઆત, જાણો ક્યારે, ક્યાંથી અને કેટલા વાગ્યાથી જોઇ શકાશે CSK vs KKR લાઇવ મેચ ?


ભાજપે કોંગ્રેસના ધારાસભ્યને 50 કરોડની ઓફર કરી, જાણો કોણે કર્યો આ દાવો


શું તમે કોઈ અભ્યાસક્રમમાં ઓનલાઇન અભ્યાસ કરી ડિગ્રી કરી રહ્યાં છો? તો આ સમાચાર તમારા માટે મહત્વના છે


પાતળા થવુ હોય તો આ 5 મસાલાને બનાવો ડાયેટનો ભાગ, ઝડપથી થશે વજનમાં ઘટાડો


Gym Tips: જિમ નિયમિત જાવ છો છતાં રિઝલ્ટ નથી મળતું, આ ટિપ્સને ફોલો કરો