શોધખોળ કરો

Video: પાકિસ્તાની બોલરની ઓવરમાં ચેતેશ્વર પૂજારાએ ફટકારી સિક્સ, ફેન્સે કહ્યુ- દિલ જીતી લીધુ

ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી ચેતેશ્વર પૂજારાએ પાકિસ્તાની ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદીના બોલ પર સિક્સર ફટકારીને ચાહકોનું દિલ જીતી લીધું હતું.

Cheteshwar Pujara: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી ચેતેશ્વર પૂજારાએ પાકિસ્તાની ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદીના બોલ પર સિક્સર ફટકારીને ચાહકોનું દિલ જીતી લીધું હતું. પૂજારાએ ઈંગ્લેન્ડની કાઉન્ટી ક્રિકેટમાં આ સિક્સ ફટકારી હતી. શાહીનના બોલ પર અપર કટ મારતા પૂજારાએ બોલને બાઉન્ડ્રી બહાર મોકલી દીધો હતો.

વાસ્તવમાં ચેતેશ્વર પૂજારા કાઉન્ટી ચેમ્પિયનશિપ ડિવિઝન 2માં Sussex ટીમ તરફથી ક્રિકેટ રમી રહ્યો છે. પાકિસ્તાની સ્ટાર વિકેટ કીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન પણ તેની ટીમમાં રમી રહ્યો છે. Sussex ની ટીમ હાલમાં Middlesex સામે 4 દિવસીય મેચ રમી રહી છે.

આ રીતે પૂજારાએ સિક્સર ફટકારી હતી

મેચના ત્રીજા દિવસે Sussex ની ટીમ બીજા દાવમાં બેટિંગ કરવા ઉતરી હતી. અહીં ટીમે માત્ર 6 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. આવી સ્થિતિમાં ચેતેશ્વર પૂજારા ચોથા નંબર પર બેટિંગ કરવા ઉતર્યો હતો. પાકિસ્તાનના ઝડપી બોલર શાહીન આફ્રિદી ઇનિંગની ત્રીજી ઓવરમાં પૂજારા સામે બોલિંગ કરવા આવ્યો હતો. ઓવરના ત્રીજા બોલ પર શાહિને સારી લેન્થ પર બાઉન્સ બોલ ફેંક્યો, જેના પર પૂજારાએ અપર કટ મારતા બોલને બાઉન્ડ્રી બહાર મોકલી દીધો હતો.

પૂજારાએ ચાહકોનું દિલ જીતી લીધું હતું

તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ચાહકો આ શોટના જોરદાર વખાણ કરી રહ્યા છે. વીડિયો જોયા બાદ એક યુઝરે લખ્યું- દિલ જીતી લીધુ. જ્યારે, અન્ય એક યુઝરે લખ્યું- શાહીનના બોલ પર પૂજારાએ કેટલો શાનદાર શોટ ફટકાર્યો.

પૂજારાએ આ સિઝનમાં 2 બેવડી સદી ફટકારી છે

મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા Sussexએ 392 રન બનાવ્યા હતા. પૂજારાએ પ્રથમ ઇનિંગમાં માત્ર 16 રન બનાવ્યા હતા. જવાબમાં Middlesexએ પ્રથમ ઇનિંગમાં 358 રન બનાવ્યા હતા. હાલમાં Sussex તેની બીજી ઇનિંગ રમી રહી છે. પૂજારાએ આ કાઉન્ટી સિઝનમાં અત્યાર સુધીમાં 2 બેવડી સદી ફટકારી છે. તેણે છેલ્લી મેચમાં ડરહામ સામે 334 બોલમાં 203 રન બનાવ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

6, 6, 6, 6, 6, 6... CSK ના ઉર્વિલ પટેલે મચાવી સનસનાટી, માત્ર 13 બોલમાં ઐતિહાસિક ફિફ્ટી ફટકારી!
6, 6, 6, 6, 6, 6... CSK ના ઉર્વિલ પટેલે મચાવી સનસનાટી, માત્ર 13 બોલમાં ઐતિહાસિક ફિફ્ટી ફટકારી!
શુભમન ગિલનો તરખાટ: 84 રનની તોફાની ઈનિંગથી ગુજરાતની 7મી જીત, રાજસ્થાન ટોપ-4માંથી આઉટ
શુભમન ગિલનો તરખાટ: 84 રનની તોફાની ઈનિંગથી ગુજરાતની 7મી જીત, રાજસ્થાન ટોપ-4માંથી આઉટ
રાજસ્થાન રોયલ્સે અચાનક જ બદલ્યો પોતાનો કેપ્ટન, રિયાન પરાગ કેમ નથી રમી રહ્યો, જાણો સાચું કારણ
રાજસ્થાન રોયલ્સે અચાનક જ બદલ્યો પોતાનો કેપ્ટન, રિયાન પરાગ કેમ નથી રમી રહ્યો, જાણો સાચું કારણ
IPL 2026: BCCI એ અચાનક કેમ લાગુ કર્યા કડક નિયમો? જાણો કઈ બાબતો પર મુકવામાં આવ્યો છે પ્રતિબંધ
IPL 2026: BCCI એ અચાનક કેમ લાગુ કર્યા કડક નિયમો? જાણો કઈ બાબતો પર મુકવામાં આવ્યો છે પ્રતિબંધ

વિડિઓઝ

Surat Police : સુરતમાં દુષ્કર્મના કેસમાં 1 મહિનાથી ફરાર AAP કાર્યકરની ધરપકડ
Gujarat Hit Wave : કાલે કામ સિવાય બહાર ન નીકળતા , 15 જિલ્લામાં ગરમીનું યલો એલર્ટ
PM Modi Gujarat Visit : PM મોદીના સોમનાથમાં રોડ શોને લઈ તડામાર તૈયારી
Bhavnagar News: ભાવનગર શહેરમાં ફરી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિના ઉડ્યા લીરેલીરા
Ambalal Patel Forecast: ગરમી બતાવશે રૌદ્ર સ્વરુપ... : અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લંડન જવાની ઘેલછા પડી ભારે: અમદાવાદનો પરિવાર વિદેશમાં બંધક, અપહરણકારોએ માગી 1.30 કરોડની ખંડણી
લંડન જવાની ઘેલછા પડી ભારે: અમદાવાદનો પરિવાર વિદેશમાં બંધક, અપહરણકારોએ માગી 1.30 કરોડની ખંડણી
તમિલનાડુના સીએમ બનતાં જ વિજયે 10 લાખ કરોડ દેવાનો ઉલ્લે કર્યો તો ભડક્યા સ્ટાલિન, કહ્યું - તરત જ આ બધું...
તમિલનાડુના સીએમ બનતાં જ વિજયે 10 લાખ કરોડ દેવાનો ઉલ્લે કર્યો તો ભડક્યા સ્ટાલિન, કહ્યું - તરત જ આ બધું...
6, 6, 6, 6, 6, 6... CSK ના ઉર્વિલ પટેલે મચાવી સનસનાટી, માત્ર 13 બોલમાં ઐતિહાસિક ફિફ્ટી ફટકારી!
6, 6, 6, 6, 6, 6... CSK ના ઉર્વિલ પટેલે મચાવી સનસનાટી, માત્ર 13 બોલમાં ઐતિહાસિક ફિફ્ટી ફટકારી!
સોના-ચાંદીના ભાવમાં ભડકો: સોનું ₹1640 અને ચાંદી ₹10,000 મોંઘી થઈ! જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં ભડકો: સોનું ₹1640 અને ચાંદી ₹10,000 મોંઘી થઈ! જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ
ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી: 5 જિલ્લામાં પારો 43 ડિગ્રીને પાર, અમદાવાદમાં 6 દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી: 5 જિલ્લામાં પારો 43 ડિગ્રીને પાર, અમદાવાદમાં 6 દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર
Joseph Vijay Speech: તમિલનાડુના CM બન્યાં બાદ થલાપતિ વિજયે કરી મોટી જાહેરાત, કહ્યું રાજ્યમાં.....
Joseph Vijay Speech: તમિલનાડુના CM બન્યાં બાદ થલાપતિ વિજયે કરી મોટી જાહેરાત, કહ્યું રાજ્યમાં.....
હિમંતા બિસ્વા સરમા ફરી સંભાળશે અસમની કમાન, 12 મેએ લેશે CM પદની શપથ
હિમંતા બિસ્વા સરમા ફરી સંભાળશે અસમની કમાન, 12 મેએ લેશે CM પદની શપથ
Tamilnadu oath Ceremony: તમિલનાડુમાં વિજય સરકાર, આ 9 મંત્રીઓએ લીધા મંત્રી પદ માટે શપથ
Tamilnadu oath Ceremony: તમિલનાડુમાં વિજય સરકાર, આ 9 મંત્રીઓએ લીધા મંત્રી પદ માટે શપથ
Embed widget