શોધખોળ કરો

શું MS ધોની IPLમાં એક પણ મેચ રમી શકશે નહીં? ચેન્નઈ સુપરકિંગ્સના કોચે આપ્યો જવાબ

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 માં મહેન્દ્ર સિંહ ધોનીની વાપસીને લઈને ફેન્સ સતત રાહ જોઈ રહ્યા છે.

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 માં મહેન્દ્ર સિંહ ધોનીની વાપસીને લઈને ફેન્સ સતત રાહ જોઈ રહ્યા છે. એવી આશા હતી કે ગુરુવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સ સામેની મેચમાં ધોની મેદાન પર જોવા મળશે, પરંતુ એવું બન્યું નહીં.

જ્યારે ચેન્નઈના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે પ્લેઇંગ ઇલેવનની જાહેરાત કરી હતી ત્યારે ધોનીનું નામ સામેલ કરવામાં આવ્યું ન હતું. આનાથી તેની ફિટનેસ અંગે પ્રશ્નો ઉભા થયા. મેચ દરમિયાન ચેન્નઈ સુપર કિંગ્સના બેટિંગ કોચ માઈકલ હસીએ બ્રોડકાસ્ટર્સ સાથે વાત કરી અને ધોનીની ઈજા અંગે અપડેટ આપ્યું હતું.

હસીએ કહ્યું હતું કે, "તે (ધોની) ટૂંક સમયમાં રમી શકે છે, પરંતુ તે હજુ સુધી 100 ટકા ફિટ નથી. તે નેટમાં પ્રેક્ટિસ કરી રહ્યો છે અને વાપસી કરવા માટે તૈયાર છે, પરંતુ તેને વિકેટો વચ્ચે દોડવામાં મુશ્કેલી પડી રહી છે. અમે અને ચાહકો બંને તેની વાપસીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ."

ધોનીને આખરે સમસ્યા શું છે?

44 વર્ષીય ધોની હાલમાં પગની માંસપેશીઓની ઈજાથી પીડાઈ રહ્યો છે. સીઝનની શરૂઆત પહેલા પ્રેક્ટિસ દરમિયાન તેને આ ઈજા થઈ હતી. આ જ કારણ છે કે તે આ સીઝનમાં રમી શક્યો નથી. અહેવાલો અનુસાર, ધોનીની વાપસી હવે આગામી બે મેચમાં શક્ય માનવામાં આવે છે. તે 26 એપ્રિલે ગુજરાત ટાઇટન્સ સામે અથવા 2 મેના રોજ મુંબઈ ઇન્ડિયન્સ સામે મેદાનમાં પાછો ફરી શકે છે.

ધોનીનો IPL રેકોર્ડ

મહેન્દ્ર સિંહ ધોની IPL ઇતિહાસના સૌથી સફળ કેપ્ટનોમાંના એક છે. તેમની કેપ્ટનશીપ હેઠળ ચેન્નઈ સુપર કિંગ્સે પાંચ વખત ટાઇટલ જીત્યું છે. ધોનીએ અત્યાર સુધીમાં 278 IPL મેચ રમી છે, જેમાં 5439 રન બનાવ્યા છે. તેમની વાપસી માત્ર CSK માટે જ નહીં પરંતુ સમગ્ર ટુર્નામેન્ટ માટે એક મોટી ક્ષણ સાબિત થશે.

MIનો સૌથી મોટો પરાજય, CSKની સૌથી મોટી જીત

ચેન્નાઈ સુપર કિંગ્સે IPLમાં મુંબઈ ઈન્ડિયન્સને સૌથી મોટા રનના માર્જિનથી હરાવવાનો રેકોર્ડ બનાવ્યો છે. IPLમાં મુંબઈનો અગાઉનો સૌથી મોટો પરાજય 87 રનથી હતો, જે તેમને 2013માં રાજસ્થાન રોયલ્સ સામે થયો હતો. ચેન્નાઈ સામે મુંબઈનો સૌથી મોટો પરાજય 48 રનથી હતો, પરંતુ CSKએ MIને 103 રનથી હરાવીને તે માર્જિનને વધુ સારો બનાવ્યો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ

લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું

અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે

સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO

એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ

BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ

Embed widget