(Source: Poll of Polls)
IPL 2025: હાર બાદ ભાવુક જોવા મળ્યો હાર્દિક પંડ્યા, રડવા લાગ્યો અશ્વિની
મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા મેચ હાર્યા બાદ મેદાન પર બેસી ગયો. તે ખૂબ જ ભાવુક થઈ ગયો હતો

અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે પંજાબ કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે IPL 2025ની બીજી ક્વોલિફાયર મેચ રમાઈ હતી. પંજાબે આ હાઇ સ્કોરિંગ મેચ 5 વિકેટથી જીતીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. આ વખતે IPLને નવો વિજેતા મળવા જઈ રહ્યો છે. RCB અને પંજાબ વચ્ચે અત્યાર સુધી કોઈ ટીમ IPL જીતી શકી નથી. હાર બાદ મુંબઈનો કેપ્ટન હાર્દિક પંડ્યા નિરાશ જોવા મળ્યો હતો. મુંબઈના કેમ્પની કેટલીક પીડાદાયક તસવીરો સામે આવી છે, જેને જોઈને તમે પણ ભાવુક થઈ જશો. મુંબઈ ઇન્ડિયન્સનું ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025 ની ફાઇનલમાં પહોંચવાનું સ્વપ્ન અધૂરું રહ્યું હતું. પંજાબ કિંગ્સે ક્વોલિફાયર 2માં હાર્દિક પંડ્યાની ટીમને હરાવી IPL માંથી બહાર ફેંકી દીધી હતી. ટોસ હાર્યા બાદ બેટિંગ કરતા મુંબઈની ટીમે 6 વિકેટે 204 રન બનાવ્યા હતા. કેપ્ટન શ્રેયસની અણનમ 87 રનની ઇનિંગથી પંજાબે 19મી ઓવરમાં જીત મેળવી હતી. આ હાર બાદ હાર્દિક પંડ્યા ખૂબ જ નિરાશ દેખાતો હતો.
❤️🫂💙#TATAIPL | #PBKSvMI | #Qualifier2 | #TheLastMile | @PunjabKingsIPL | @mipaltan pic.twitter.com/RiD3SuIEMC
— IndianPremierLeague (@IPL) June 1, 2025
મુંબઈ ઈન્ડિયન્સને પોતાની કેપ્ટનશીપમાં ફાઇનલમાં લઈ જવાનું અને પછી આઈપીએલ ટ્રોફી જીતવાનું સ્વપ્ન જોનાર હાર્દિક પંડ્યા રવિવારે નિરાશ થયો હતો. ટીમ પંજાબ કિંગ્સ સામે ક્વોલિફાયર 2 મેચ 5 વિકેટથી હારી ગઈ હતી. રોહિત શર્માએ મુંબઈ ટીમને 5 વખત આઈપીએલ ચેમ્પિયન બનાવી હતી અને હવે આશા હાર્દિક પાસેથી હતી પરંતુ પંજાબ સામે ટીમને હાર મળી હતી.
A 1⃣1⃣ year wait ends... 🥹#PBKS are in the #TATAIPL 2025 Final and who better than Captain Shreyas Iyer to take them through ❤
— IndianPremierLeague (@IPL) June 1, 2025
Scorecard ▶ https://t.co/vIzPVlDqoC#PBKSvMI | #Qualifier2 | #TheLastMile | @PunjabKingsIPL pic.twitter.com/vILymKxqXp
મેચ દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સની માલિક નીતા અંબાણી તરફથી અલગ અલગ પ્રતિક્રિયાઓ જોવા મળી હતી. જોકે, તે મોટે ભાગે નિરાશ દેખાતી હતી. તેનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે માથું પકડીને બેઠી છે. મુંબઈ ઈન્ડિયન્સનો ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્મા પણ નિરાશ દેખાતો હતો. મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા મેચ હાર્યા બાદ મેદાન પર બેસી ગયો. તે ખૂબ જ ભાવુક થઈ ગયો હતો. ત્યારબાદ જસપ્રીત બુમરાહે તેને સાંત્વના આપી. યુવા ફાસ્ટ બોલર અશ્વિની કુમાર પણ મેચ હાર્યા બાદ ભાવુક થઈ ગયો હતો. તેને પણ જસપ્રીત બુમરાહે સાંત્વના આપી હતી.



















