KKR vs PBKS, Ajinkya Rahane - IPL Runs: મુંબઇના વાનખેડેંમાં રમાયેલી આઇપીએલ 2022 ની આઠમી સિઝનમાં પંજાબ કિંગ્સની વિરુદ્ધ ભલે કોલકત્તા નાઇટ રાઇડર્સનો બેટ્સમને અજિંક્યે રહાણેએ બેટિંગમાં દમ ના બતાવ્યો, પરંતુ તેને એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. 


રહાણેએ પુરા કર્યા 4000 આઇપીએલ રન -  
ખરેખરમાં, પંજાબ કિંગ્સ વિરુદ્ધ અજિંક્યે રહાણેએ જેવા 6 રન બનાવ્યા, તેના નામે આઇપીએલમાં 4000 રન થઇ ગયા, જોકે, આ મેચમાં માત્ર 12 રન જ બનાવી શક્યો. ઉલ્લેખનીય છે કે આઇપીએલમાં 4000 થી વધુ રન બનાવનારો અજિંક્યે રહાણે 12મો બેટ્સમેન બની ગયો છે. 




અત્યારે આઇપીએલના ઇતિહાસમાં અજિંક્યે રહાણેથી આગળ દિનેશ કાર્તિક, ગૌતમ ગંભીર, રૉબિન ઉથપ્પા, એમએમ ધોની, ક્રિસ ગેલ, એબી ડિવિલિયર્સ, ડેવિડ વૉર્નર, સુરેશ રૈના, રોહિત શર્મા, શિખર ધવન અને વિરાટ કોહલી આ કારનામુ કરી ચૂક્યો છે.




કોહલીના નામે સૌથી વધુ રન - 
ઉલ્લેખનીય છે કે ઇન્ડિયન પ્રીમિયર લીગ સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ કોહલીના નામે છે. કોહલીએ અત્યાર સુધી 209 મેચોમાં 37.49ની એવરેજથી 6336 રન બનાવ્યા છે. આ લિસ્ટમાં બીજા નંબર પર શિખર ધવન છે. ધવનના નામે 194 મેચોમાં 5843 રન છે. 




આન્દ્રે રસેલે પુરા કર્યા 150 છગ્ગા - 
આની સાથે આઇપીએલમાં આન્દ્રે રસેલના નામે 150થી વધુ છગ્ગા થઇ ગયા છે. આ પહેલા તેની આગળ 12 ખેલાડી આ કારનામુ કરી ચૂક્યા છે. 


 


આ પણ વાંચો........ 


દેશના કયા મોટા રાજ્યમાંથી આજથી કોરોનાના તમામ પ્રતિબંધો હટાવી દેવાયા, માસ્ક પણ નહીં પહેરવુ પડે, જાણો વિગતે


RR vs MI: સચિન સાથે ફોટો પડાવવા રાજસ્થાનના ખેલાડીઓ ઉમટ્યા, પગે પણ લાગ્યા, જુઓ વીડિયોમાં ખેલાડીઓનો ઉત્સાહ


કાકડી ખાવાથી શરીરમાં થાય છે ઘણા બધા ફાયદા, ગરમીમાં વધારે ખાવી જોઈએ


તમારે પાતળા થવુ હોય તો આ 5 મસાલાને ડાયેટનો ભાગ બનાવો, ઝડપથી ઘટશે વજન


રાજ્યમાં પોલીસ વિભાગ દ્વારા 57 PIની કરવામાં આવી બદલી, જુઓ આ રહ્યું લિસ્ટ