IPL 2022 Final: ફાઈનલ મેચ જોવા આવેલા ગૃહમંત્રી અમિત શાહે વિક્ટરી સાઈન બતાવી, ફોટો થયા વાયરલ
અમદાવાદમાં રમાઈ રહેલી આઈપીએલની ફાઈનલ મેચ જોવા માટે અમિત શાહ તેમની પત્ની સોનલ શાહ સાથે પહોંચ્યા હતા.
Amit Shah Sonal Shah IPL 2022 Final Gujarat Titans vs Rajasthan Royals: IPL 2022ની ફાઇનલ મેચ રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે અમદાવાદમાં રમાઇ રહી છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને 130 રન બનાવ્યા હતા અને ગુજરાતને જીત માટે 131 રનનો ટાર્ગેટ આપ્યો છે. રાજસ્થાનની ટીમ માટે જોસ બટલરે સૌથી વધુ 39 રન બનાવ્યા હતા. રાજસ્થાન-ગુજરાત વચ્ચે રમાઈ રહેલી ફાઈનલ મેચમાં ઘણા ખાસ મહેમાનો પહોંચ્યા હતા. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ મેચ જોતા જોવા મળ્યા હતા. અમિત શાહની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
મેચ જોવા અમિત શાહ પહોંચ્યાઃ
અમદાવાદમાં રમાઈ રહેલી આઈપીએલની ફાઈનલ મેચ જોવા માટે અમિત શાહ તેમની પત્ની સોનલ શાહ સાથે પહોંચ્યા હતા. સ્ટેડિયમમાં કેન્દ્રીય ગૃહમંત્રીને જોઈને કેમેરામેને કેમેરો તેમની તરફ ફેરવ્યો અને શાહ સ્ટેડિયમમાં મોટી સ્ક્રીન પર દેખાયા હતા. તેમની આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. સોનલ શાહે પણ બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર સાથે ફોટો ક્લિક કરાવ્યો હતો. ગુજરાત અને રાજસ્થાન વચ્ચે રમાઈ રહેલી મેચ પણ શાહ માટે મહત્વની કારણ કે તેઓ ગુજરાતના છે.
Sonal Shah ji, wife of Union home minister Amit Shah ji with Super star #AkshayKumar #IPLFinals #IPL2022 pic.twitter.com/AJyhnRQ69L
— Ankit Singh (@akki_fan_ankit) May 29, 2022
When Amit shah on Big Screen.
— Mahesh Nagpurkar (@maheshnagpurkar) May 29, 2022
Stadium: Modi Modi Modi....😊 pic.twitter.com/wdnxYLuwnh
વિક્ટ્રી સાઈન બતાવીઃ
જ્યારે ગૃહમંત્રી અમિત શાહ સ્ક્રીન પર દેખાઈ રહ્યા હતા ત્યારે તેમણે હાથથી વિક્ટ્રી સાઈન બતાવી હતી. અમિત શાહનો આ ફોટો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
Home minister of Amit Shah with Amit shah#GTvRR pic.twitter.com/Oi7t78Qosb
— ललित❄ 🇯🇲 (@ThatLoluLalit) May 29, 2022