IPL 2022: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2022 ની પર્પલ અને ઓરેન્જ કેપ પર રાજસ્થાનના ખેલાડીઓએ કજબો જમાવી રાખ્યો છે. રાજસ્થાન રૉયલ્સના યુજવેન્દ્ર ચહલ 18 વિકેટની સાથે આ સિઝનમાં સૌથી વધુ વિકેટ લેનારો બૉલર બની ચૂક્યો છે. વળી, રાજસ્થાન રૉયલ્સના ઓપનર બેટ્સમેન જૉસ બટલર દમદાર ત્રણ સદી ફટકારતાની સાથે આ સિઝનમાં સૌથી વધુ રન બનાવનાના લિસ્ટમાં ટૉપ પર પહોંચી ગયો છે. બન્ને ખેલાડીઓ લાંબા સમયથી ટૉપની પૉઝિશન પર છે.
જૉસ બટલર આ સિઝનમાં ગજબના ફોર્મમાં દેખાઇ રહ્યો છે, સાત મેચોમાં તે 81.83 ની એવરેજ અને 161.51 ના વિસ્ફોટક સ્ટ્રાઇક રેટથી 491 રન બનાવી ચૂક્યા છે. તેની આસપાસ કોઇ બીજો બેટ્સમેન નથી.
ક્રમાંક | બેટ્સમેન | મેચ | રન |
1 | જૉસ બટલર | 7 | 491 |
2 | હાર્દિક પંડ્યા | 6 | 295 |
3 | કેએલ રાહુલ | 7 | 265 |
પર્પલ કેપ પર યુજવેન્દ્ર ચહલનો કબજો
રાજસ્થાનનો સ્પીનર યુજવેન્દ્ર ચહલ આ સિઝનમાં સાત મેચોમાં પોાતના કોટામાંતી તમામ ઓવર (28) ફેંકતા કુલ 18 વિકેટો ઝડપી ચૂક્યો છે. આ દરમિયાન યુજવેન્દ્ર ચહલની બૉલિંગ એવરેજ 11.33 અને ઇકૉનોમી રેટ 7.28 રહ્યો છે.
ક્રમાંક | બૉલર | મેચ | વિકેટ |
1 | યુજવેન્દ્ર ચહલ | 7 | 18 |
2 | ટી નટરાજન | 7 | 15 |
3 | કુલદીપ યાદવ | 7 | 13 |
આ પણ વાંચો..........
CBSEએ અભ્યાસક્રમમાં કર્યો બદલાવ, ઇસ્લામિક સામ્રાજ્ય સહીત અનેક વિષયોને અભ્યાસક્રમમાંથી દૂર કરાયા
PAN Card Apply: આધાર કાર્ડની મદદથી ઈન્સ્ટન્ટ પાન કાર્ડ કેવી રીતે મેળવી શકાય, જાણો સરળ પ્રોસેસ
MUMBAI : એક મંચ પર આવશે વડાપ્રધાન મોદી અને મહારાષ્ટ્ર સીએમ ઉદ્ધવ ઠાકરે
ફ્રિજનું ઠંડુ પાણી પીવો છો ? ઠંડા પાણીથી તમારા આરોગ્યને ખૂબ જ નુકસાન થાય છે