(Source: ECI/ABP News/ABP Majha)
Akash Singh CSK: મુકેશના બદલે ચેન્નઇ સુપર કિંગ્સમાં સામેલ થયો યુવા ખેલાડી, જાણો કોણ છે આકાશ સિંહ?
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 સીઝન આજથી શરૂ થશે. ચેન્નઈ સુપર કિંગ્સ ટીમને ફાસ્ટ બોલર મુકેશ ચૌધરીના રૂપમાં મોટો આંચકો લાગ્યો છે
Indian Premier League 2023: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 સીઝન આજથી શરૂ થશે. ચેન્નઈ સુપર કિંગ્સ ટીમને ફાસ્ટ બોલર મુકેશ ચૌધરીના રૂપમાં મોટો આંચકો લાગ્યો છે. મુકેશ ચૌધરી આઇપીએલમાંથી બહાર થઇ ગયો છે. હવે CSKએ મુકેશ ચૌધરીની જગ્યાએ 20 વર્ષીય ડાબોડી ફાસ્ટ બોલર આકાશ સિંહને પોતાની ટીમમાં સામેલ કરવાની જાહેરાત કરી છે.
🦁 LION ALERT: Akash Singh joins the squad ahead of IPL 2023. #WhistlePodu #Yellove 💛
— Chennai Super Kings (@ChennaiIPL) March 30, 2023
આકાશ સિંહની વાત કરીએ તો તે વર્ષ 2020માં રમાયેલા અંડર-19 વર્લ્ડ કપમાં ભારતીય અંડર-19 ટીમનો ભાગ હતો. આ સિવાય મુકેશ IPLમાં રાજસ્થાન રોયલ્સ ટીમ તરફથી પણ રમી ચૂક્યો છે. આકાશ સિંહને ચેન્નઈ સુપર કિંગ્સની ટીમે 20 લાખ રૂપિયાની બેઝ પ્રાઇઝમાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો.
જો આકાશ સિંહની અત્યાર સુધીની કરિયર પર નજર કરીએ તો આ યુવા ખેલાડીએ અત્યાર સુધી 9 ટી20 મેચ રમી છે જેમાં તેણે 34.85ની એવરેજથી 7 વિકેટ ઝડપી છે. ડોમેસ્ટિક ક્રિકેટમાં મુકેશ નાગાલેન્ડ ટીમ માટે રમે છે, જેમાં તેણે અત્યાર સુધીમાં 5 મેચમાં 10 વિકેટ ઝડપી છે.
આગામી સીઝનની પ્રથમ મેચ 31 માર્ચે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ગત સીઝનમાં મુકેશ ચૌધરીએ દીપક ચહરની ગેરહાજરીમાં CSK પેસ આક્રમણની આગેવાની કરીને શાનદાર પ્રદર્શન કર્યું હતું. મુકેશે ગત સીઝનમાં 13 મેચ રમી હતી અને 26.5ની એવરેજથી કુલ 16 વિકેટ લીધી હતી જેમાં તેણે એક મેચમાં 46 રન આપીને 4 વિકેટ ઝડપી હતી.
CSK vs GT હેડ ટૂ હેડ -
ગુજરાત ટાઇટન્સની ટીમનો આઇપીએલમાં બહુ જુનો ઇતિહાસ નથી. ગયા વર્ષે ગુજરાતની ટીમે IPLમાં એન્ટ્રી કરી હતી. ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023માં ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે 2 મેચ રમાઈ હતી. હાર્દિક પંડ્યાની ટીમ આ બંને મેચ જીતવામાં સફળ રહી હતી. આ રીતે આંકડાઓના આધારે જોવામાં આવે તો ગુજરાતની ટીમ CSK પર ભારે છે.
ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન -
ચેન્નઈ સુપર કિંગ્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન -
ડેવોન કોનવે, ઋતુરાજ ગાયકવાડ, મોઈન અલી, અંબાતી રાયડુ, બેન સ્ટોક્સ, શિવમ દુબે, મહેન્દ્ર સિંહ ધોની (કેપ્ટન અને વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, દીપક ચહર, મુકેશ ચૌધરી અને ડ્વેન પ્રિટોરિયસ.
ગુજરાત ટાઇટન્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન -
શુભમન ગિલ, મેથ્યુ વેડ (વિકેટકીપર), કેન વિલિયમ્સન, હાર્દિક પંડ્યા (કેપ્ટન), અભિનવ મનોહર, રાહુલ તેવટિયા, ઓડિયન સ્મિથ, રાશિદ ખાન, શિવમ માવી, યશ દયાલ અને મોહમ્મદ શમી.