શુભમન ગિલ કરવા જઇ રહ્યો છે લગ્ન? IPL મેચમાં કોમેન્ટેટરે પૂછ્યો સવાલ તો મળ્યો આ જવાબ
ગુજરાત ટાઇટન્સે કોલકાતા નાઈટ રાઇડર્સને હરાવીને ઈન્ડિયન પ્રિમિયર લીગમાં છઠ્ઠી જીત નોંધાવી હતી

ગુજરાત ટાઇટન્સે કોલકાતા નાઈટ રાઇડર્સને હરાવીને ઈન્ડિયન પ્રિમિયર લીગમાં છઠ્ઠી જીત નોંધાવી હતી. 199 રનના લક્ષ્યાંકનો પીછો કરતા કોલકત્તા નાઇટ રાઇડર્સ આઠ વિકેટ 159 રન જ કરી શક્યો હતો.
🚨 Toss 🚨@KKRiders won the toss and elected to bowl against @gujarat_titans in Kolkata.
— IndianPremierLeague (@IPL) April 21, 2025
Updates ▶️ https://t.co/TwaiwD5D6n#TATAIPL | #KKRvGT pic.twitter.com/Rof135hqli
જાણો શું છે આખો મામલો
વાસ્તવમાં ટોસ દરમિયાન ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ ખેલાડી ડેની મોરિસને ગિલને પૂછ્યું કે તમે ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યા છો. શું લગ્નની શરણાઇઓ વાગવાની છે? શું તમે જલદી લગ્ન કરવા જઇ રહ્યા છો? આના પર શુભમન ગિલે હસીને કહ્યું કે ના, એવું કંઈ નથી.
ગુજરાત ટાઇટન્સે વર્તમાન આઇપીએલ સીઝનમાં સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને અત્યાર સુધીમાં સાતમાંથી પાંચ મેચ જીતી છે. બીજી તરફ, કોલકાતા નાઈટ રાઈડર્સે એટલી જ મેચ રમી છે અને ત્રણમાં જીત મેળવી છે. મુલ્લાનપુરમાં પંજાબ કિંગ્સ (PBKS) સામે 112 રનના લક્ષ્યાંકનો પીછો કરતી વખતે KKR ને તેમની છેલ્લી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો જ્યારે તેમની આખી ટીમ 95 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
મેચમાં પ્રથમ બેટિંગ કરતા ગુજરાત ટાઇટન્સે નિર્ધારિત 20 ઓવરમાં 198 રનનો મોટો સ્કોર ખડક્યો હતો. ગુજરાત તરફથી કેપ્ટન શુભમન ગિલે 90 રનની શાનદાર ઇનિંગ રમી હતી, જ્યારે સાઇ સુદર્શને પણ 52 રનનું યોગદાન આપ્યું હતું.
199 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી કોલકાતાની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં માત્ર 159 રન જ કરી શકી હતી અને 39 રનથી મેચ હારી ગઈ હતી. KKRના રનચેઝની શરૂઆત સારી રહી નહોતી. રહમાનુલ્લા ગુરબાઝ માત્ર 1 રન કરીને આઉટ થયો હતો. કેપ્ટન અજિંક્ય રહાણે એક છેડેથી ટકી રહ્યો હતો, પરંતુ સુનિલ નરેન (17 રન) અને વેંકટેશ ઐય્યર (14 રન) જેવા ખેલાડીઓ સસ્તામાં આઉટ થયા હતા. આમ, શુભમન ગિલના શાનદાર 90 રન અને બોલરોની અસરકારક બોલિંગના કારણે ગુજરાત ટાઇટન્સ કોલકાતાને તેના જ ઘરમાં હરાવીને 39 રનથી જીત મેળવવામાં સફળ રહ્યું. KKR માટે આ હાર તેમના મોંઘા ખેલાડીઓના નિષ્ફળ પ્રદર્શન અને ખરાબ રનચેઝનું પરિણામ હતી.




















