IPL 2026 Auction: BCCI એ જાહેર કર્યું ઓક્શનનું ફાઈનલ લિસ્ટ,1000થી વધુ ખેલાડીઓને કર્યા બહાર
ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026 મેગા ઓક્શન પહેલા એક મોટું અપડેટ સામે આવ્યું છે. BCCI એ ફાઈનલ ઓક્શન લિસ્ટ બહાર પાડ્યું છે.

IPL 2026 Auction: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026 મેગા ઓક્શન પહેલા એક મોટું અપડેટ સામે આવ્યું છે. BCCI એ ફાઈનલ ઓક્શન લિસ્ટ બહાર પાડ્યું છે, જેમાં યાદીમાંથી 1,005 ખેલાડીઓને બહાર કરવામાં આવ્યા છે. હવે, ફક્ત 350 ખેલાડીઓ હરાજી માટે ઉપલબ્ધ રહેશે, જેમાં એક મોટું આશ્ચર્ય પણ સામેલ છે: દક્ષિણ આફ્રિકાના વિકેટકીપર-બેટ્સમેન ક્વિન્ટન ડી કોક.
સ્ટાર ખેલાડીની વાપસીએ મચાવી હલચલ
ક્વિન્ટન ડી કોકે તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ પાછી ખેંચી લીધી હતી. એક ફ્રેન્ચાઇઝીએ તેને હરાજીની યાદીમાં સામેલ કરવાની વિનંતી કરી હતી. વિશાખાપટ્ટનમમાં ભારત સામેની ત્રીજી ODIમાં શાનદાર સદી ફટકાર્યા બાદ ડી કોકે પોતાનો વિચાર બદલી નાખ્યો અને ભાગ લેવાનો નિર્ણય લીધો. આ વખતે તેણે પોતાની બેઝ પ્રાઈસ ₹1 કરોડ રાખી છે, જે અગાઉની મેગા ઓક્શન પ્રાઈસ કરતા અડધી છે. તેમને અગાઉ નાઈટ રાઈડર્સની ટીમમાં ₹2 કરોડના બેઝ પ્રાઈસ પર સામેલ કરવામાં આવ્યો હતો.
35 નવા ખેલાડીઓ ઉમેરાયા, અનેકને હટાવાયા
BCCI એ અંતિમ હરાજીની યાદીમાં 35 નવા ખેલાડીઓ ઉમેર્યા, જેમનું અગાઉ નોંધણી કરવામાં આવી ન હતી. જેમાં શ્રીલંકાના ત્રીવેન મેથ્યુઝ, બિનુરા ફર્નાન્ડો, કુસલ પરેરા, દુનિથ વેલાલગે, અફઘાનિસ્તાનના અરબ ગુલ અને વેસ્ટ ઈન્ડિઝના અકીમ ઓગસ્ટે જેવા નામોનો સમાવેશ થાય છે.
જ્યારે ભારતીય ખેલાડીઓમાં સદેક હુસૈન, વિષ્ણુ સોલંકી, સાગર સોલંકી, પારિક્ષિત વલસંગકર અને ઇજાઝ સાવરિયા સહિત 20 થી વધુ નામો અચાનક આ યાદીમાં ઉમેરવામાં આવ્યા હતા.
STORY | IPL 2026 auction to feature 350 players including 240 Indians; Quinton de Kock added
— Press Trust of India (@PTI_News) December 9, 2025
A total of 350 cricketers – 240 Indians and 110 overseas players – will go under the hammer in the Indian Premier League auction to take place in Abu Dhabi on December 16, with South… pic.twitter.com/Hck1oNUmZR
BCCI એ ઓક્શનો પ્લાન શેર કર્યો
હરાજી 16 ડિસેમ્બરના રોજ અબુ ધાબીના એતિહાદ અરીના ખાતે બપોરે 2:30 વાગ્યે (IST) શરૂ થશે. પ્રથમ રાઉન્ડ કેપ્ડ ખેલાડીઓ માટે હશે, જેનો ક્રમ આ પ્રમાણે હશે:
બેટ્સમેન - ઓલરાઉન્ડર - વિકેટકીપર/બેટ્સમેન - ફાસ્ટ બોલર્સ - સ્પિનર્સ
ત્યારબાદ અનકેપ્ડ ખેલાડીઓ
હરાજીની અંતિમ યાદીમાં નવા ખેલાડીઓનો સમાવેશ
વિદેશી ખેલાડીઓ
અરબ ગુલ (અફઘાનિસ્તાન), માઇલ્સ હૈમંડ (ઇંગ્લેન્ડ), ડૈન લાટેગન (ઇંગ્લેન્ડ), ક્વિન્ટન ડી કોક (દક્ષિણ આફ્રિકા), કૉનર એસ્ટરહુઇઝેન (દક્ષિણ આફ્રિકા), જ્યોર્જ લિંડે (દક્ષિણ આફ્રિકા), બયાંડા માજોલા (દક્ષિણ આફ્રિકા), ત્રાવીન મેથ્યુસ (શ્રીલંકા), બિનુરા ફર્નાન્ડો (શ્રીલંકા), કુસલ પરેરા (શ્રીલંકા)દુનિથ વેલલાગે (શ્રીલંકા) અકીમ ઓગસ્ટે (વેસ્ટ ઈન્ડિઝ)
ભારતીય ખેલાડીઓ
સદેક હુસૈન, વિષ્ણુ સોલંકી, સબીર ખાન, બ્રૃજેશ શર્મા, કનિષ્ક ચૌહાણ, એરોન જ્યોર્જ, જિક્કુ બ્રાઈટ, શ્રીહરિ નાયર, માધવ બજાજ, શ્રીવત્સ આચાર્ય, યશરાજ પુંજા, સાહિલ પરાખ, રોશન વાઘસારે, યશ દિચોલકર, અયાઝ ખાન, ધૂર્મિલ મટકર, નમન પુષ્પક, પરિક્ષિત લસંગકર,પુરવ અગ્રવાલ,ઋષભ ચૌહાણ, સાગર સોલંકી,ઈજાજ સાવરિયા,અમન શેખાવત.




















