શોધખોળ કરો

IPL: ધોનીનું રિટાયરમેન્ટ ? આઇપીએલને ક્યારે ને કઇ રીતે કહેશે અલવિદા ? રવિન્દ્ર જાડેજાએ કર્યો ખુલાસો

ચેન્નાઇએ ગઇકાલે લખનઉ વિરુદ્ધ રમાયેલી મેચમાં ચેન્નાઇની ટીમે જીતનુ ખાતુ ખોલી દીધુ છે. ચેન્નાઇએ લખનઉને આ મેચમાં 12 રનોથી હરાવ્યુ,

Ravindra Jadeja On MS Dhoni's Retirement: આઇપીએલની 16મી સિઝન ચાલી રહી છે. ચેન્નાઇએ ગઇકાલે લખનઉ વિરુદ્ધ રમાયેલી મેચમાં ચેન્નાઇની ટીમે જીતનુ ખાતુ ખોલી દીધુ છે. ચેન્નાઇએ લખનઉને આ મેચમાં 12 રનોથી હરાવ્યુ, આ સાથે જ ધોનીની ચર્ચા દરેક બાજુ થવા લાગી, કેમ કે આ મેચમાં ધોનીની બેટિંગ ચર્ચાનો વિષય રહી હતી. કેમ કે ધોનીએ આજે પણ યુવા જોશની જેમ છગ્ગાઓનો વરસાદ કરી દીધો હતો. તેને સળંગ બે બૉલમાં બે છગ્ગા ફટકારીને દર્શકોનો દિલ જીતી લીધા હતા. વળી, હવે બીજી ચર્ચા એવી પણ છે કે ધોની નિવૃત્તિ લઇ રહ્યો છે, કહેવામાં આવી રહ્યું છે કે, ધોનીની આ છેલ્લી આઇપીએલ સિઝન છે. જોકે, આ વાતની પુષ્ટી હજુ સુધી નથી કરવામાં આવી પરંતુ સાથી ખેલાડી રવિન્દ્ર જાડેજાએ આ અંગે મોટો ખુલાસો કરતા એક નિવેદન આપ્યુ છે. 

રવિન્દ્ર જાડેજાએ કહ્યું ક્યારે ને કઇ રીતે ધોની આઇપીએલને કહેશે અલવિદા - 
42 વર્ષીય મહેન્દ્ર સિંહ ધોની વિશે સતત એવા કયાસ લગાવવામાં આવી રહ્યાં છે કે, ધોની IPL 2023 પછી નહીં રમે, આ તેની છેલ્લી IPL હશે. આ બધાની વચ્ચે ચેન્નાઈ સુપર કિંગ્સના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ ધોનીની નિવૃત્તિ અંગે ખાસ વાત કહી છે, તેને કહ્યું કે, “મહેન્દ્ર સિંહ ધોની ભાઈ જાણે છે કે તેણે શું કરવાનું છે. જો તે IPLમાં રમવાનું ચાલુ રાખવા માંગે છે તો તે આમ કરશે. જ્યારે તે અલવિદા કહેશે તો તે શાંતિથી આવુ કરશે.

IPL 2023 Points Table: ચેન્નાઇ-લખનઉ મેચ બાદ પૉઇન્ટ ટેબલમાં થયો ફેરફાર, ઓરેન્જ કેપ અને પર્પલ કેપમાં પણ થયો ફેરફાર

CSK vs LSG: આઇપીએલની છઠ્ઠી મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સે લખનઉ સુપર જાયન્ટ્સને પોતાના ઘરેલુ મેદાનમાં હરાવીને ટૂર્નામેન્ટમાં પહેલી જીત હાંસલ કરી. આઇપીએની છઠ્ઠી અને ચેન્નાઇ સુપર કિંગ્સની બીજી મેચ લગભગ ત્રણ વર્ષ બાદ ચેન્નાઇના ચેપૉક સ્ટેડિયમમાં રમાઇ હતી, અને સીએસકેએ પોતાના ઘરેલુ દર્શકોની સામે જીત હાંસલ કરીને ટૂર્નામેન્ટની શરૂઆત કરી છે. 

આ મેચમાં 40 ઓવરમાં કુલ 422 રન બન્યા અને 14 વિકેટો પણ પડી હતી, લખનઉ ટૉસ જીતીને ચેન્નાઇને બેટિંગનું આમંત્રણ આપ્યુ હતુ, અને ચેન્નાઇએ 20 ઓવરમાં 7 વિકેટો ગુમાવીને 217 રન બનાવી લીધા હતા. આ સ્કૉરના જવાબમાં લખનઉએ પણ 20 ઓવરમાં 205 રન બનાવ્યા. પરંતુ તેને 12 રનોથી હારનો સામનો કરવો પડ્યો હતો.  

સીએસકેએ ચેન્નાઇમાં બતાવ્યો દમ  - 
આ મેચ બાદ ચેન્નાઈ આઇપીએલના પોઈન્ટ ટેબલમાં કૂદકો મારીને છઠ્ઠા નંબર પર પહોંચી ગઈ છે. આ સાથે જ લખનઉની ટીમ ત્રીજા સ્થાને સરકી ગઈ છે. જ્યારે પૉઇન્ટ ટેબલમાં હાલમાં RCB બીજા સ્થાને અને ગુજરાત ટાઇટન્સ પ્રથમ નંબરે યથાવત છે. આ ઉપરાંત ઓરેન્જ કેપ અને પર્પલ કેપની રેસની વાત કરીએ તો, આમાં નવા ખેલાડીઓ સામે આવ્યા છે. આ મેચમાં ચેન્નાઈના સ્ટાર ઓપનર ઋતુરાજ ગાયકવાડે અડધી સદી વાળી દમદાર ઇનિંગ રમીને સતત બીજી વખત ઓરેન્જ કેપ કબજે કરી હતી. ઋતુરાજે પ્રથમ મેચમાં 92 રન અને બીજી મેચમાં 57 રનની તાબડતોડ ઇનિંગ રમીને કુલ 149 રન બનાવ્યા છે. તેના પછી બીજા નંબરે અહીં લખનઉ સુપરજાયન્ટ્સનો કાયલી મેયર્સ બીજા છે, તેને 2 મેચની 2 ઇનિંગ્સમાં કુલ 126 રન બનાવ્યા છે.

બીજીબાજુ પર્પલ કેપની વાત કરીએ તો, આ લિસ્ટમાં લખનઉ સુપરજાયન્ટ્સનો માર્ક વુડ સૌથી આગળ છે. જેણે અત્યાર સુધી કુલ 2 મેચની 2 ઇનિંગ્સમાં કુલ 8 વિકેટ ઝડપીને તરખાટ મચાવી દીધો છે. તેના પછી બીજા નંબર પર લખનઉનો જ ખેલાડી રવિ બિશ્નોઈ છે. તેને અત્યાર સુધી 2 મેચમાં 5 વિકેટ લીધી છે. આ સિવાય ધોનીની ચેન્નાઇનો મોઈન અલી છે, મોઇન અલીએ આ મેચમાં 4 ઓવર બૉલિંગ કરી અને 4 વિકેટો ઝડપી હતી, આ પછી તે પર્પલ કેપની રેસમાં ચોથા સ્થાને આવી ગયો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો

વિડિઓઝ

Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?
Hun To Bolish : હું તો બોલીશ : ખાતરથી ખોરાક સુધી નકલીની ભરમાર !

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો
હવે ઘરે બેઠા પોલીસ ફરિયાદ! GP-SMASH શું છે? જેનાથી 1163 લોકોના કામ ચપટી વગાડતા થયા
હવે ઘરે બેઠા પોલીસ ફરિયાદ! GP-SMASH શું છે? જેનાથી 1163 લોકોના કામ ચપટી વગાડતા થયા
દેશ માટે સારા સમાચાર, નાણાકીય વર્ષ 2025-26માં GDP વૃદ્ધિ દર 7.4% રહેવાની ધારણા, સરકારી આંકડા જાહેર
દેશ માટે સારા સમાચાર, નાણાકીય વર્ષ 2025-26માં GDP વૃદ્ધિ દર 7.4% રહેવાની ધારણા, સરકારી આંકડા જાહેર
jammu kashmir: કઠુઆમાં સુરક્ષાદળો અને આતંકિઓ વચ્ચે અથડામણ, જંગલ વિસ્તારમાં જોરદાર ફાયરિંગ 
jammu kashmir: કઠુઆમાં સુરક્ષાદળો અને આતંકિઓ વચ્ચે અથડામણ, જંગલ વિસ્તારમાં જોરદાર ફાયરિંગ 
ભારતમાં શરુ થઈ ઈ-પાસપોર્ટ સિસ્ટમ, જાણો કઈ રીતે કરી શકશો અરજી 
ભારતમાં શરુ થઈ ઈ-પાસપોર્ટ સિસ્ટમ, જાણો કઈ રીતે કરી શકશો અરજી 
Embed widget