રાજસ્થાન રોયલ્સએ ઇન્ડિયન પ્રીમિયર લીગ 2022 સીઝનમાં તેની સાતમી જીત નોંધાવી હતી. શનિવારે રમાયેલી મેચમાં રાજસ્થાનની ટીમે પંજાબ કિંગ્સને 6 વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે રાજસ્થાનની ટીમ પ્લેઓફની નજીક પહોંચી ગઇ છે. જોકે રાજસ્થાનને પ્લે ઓફ અગાઉ ઝટકો લાગ્યો છે.






રાજસ્થાન ટીમનો સ્ટાર બેટર શિમરોન હેટમેર ગુયાના (વેસ્ટ ઈન્ડિઝ)માં પોતાના ઘરે પરત ફર્યો છે. જોકે, તેણે વચન આપ્યું છે કે તે ટૂંક સમયમાં પરત ફરીને ટીમ સાથે જોડાશે અને બાકીની મેચ રમશે.


રાજસ્થાન ફ્રેન્ચાઈઝીએ પણ શુભેચ્છાઓ આપી હતી


વાસ્તવમાં શિમરોન પિતા બન્યો છે. રાજસ્થાન ફ્રેન્ચાઇઝીએ ટ્વિટર પર એક પોસ્ટ શેર કરી કહ્યું, 'અમે તેને (હેટમાયર)ને શક્ય તમામ મદદ કરીશું. અમારી શુભેચ્છાઓ તેની અને તેની પત્ની નિરવાણી સાથે છે. અમે આશા રાખીએ છીએ કે તે ફરીથી મુંબઈ પરત ફરે અને આઈપીએલ 2022 સીઝનમાં તેની બાકીની મેચો રમે. અમે તમારી રાહ જોઈશું.


શિમરોન હેટમેર આઈપીએલ 2022 સીઝનમાં અત્યાર સુધી 11 મેચ રમી ચૂક્યો છે, જેમાં તેણે 72.75ની શાનદાર એવરેજથી 291 રન બનાવ્યા છે. પંજાબ કિંગ્સ સામેની છેલ્લી મેચમાં શિમરોને અણનમ રહીને ટીમને જીત અપાવી હતી. તેણે 16 બોલમાં અણનમ 31 રન બનાવ્યા હતા. શિમરોન હેટમેર પ્રથમવાર પિતા બનતા ગુયાના પાછો ફર્યો છે.


કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાનું મોટું નિવેદન, દેશમાં 2025 સુધીમાં જ દૂર થશે TB


કોંગ્રેસ પાર્ટીની બેઠકમાં પહોંચેલા રાહુલ ગાંધીએ નેતાઓને પૂછ્યું, ‘મારે બોલવાનું શું છે?’, જુઓ વિડીયો


SURAT : કુમાર કાનાણીનો ટ્રાફિક પોલીસ પર મોટો આરોપ, કહ્યું 4000ના દંડનો ભય બતાવી 1000 રૂપિયા પડાવે છે


કોરોનાથી થયેલા મોતના આંકડાઓ અંગેના WHOના રિપોર્ટ પર મનસુખ માંડવિયાનું મોટું નિવેદન, જાણો શું કહ્યું