IPL Points Table 2022: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022માં શુક્રવારે રાત્રે રમાયેલી મેચ બાદ રાજસ્થાન રૉયલ્સ પૉઇન્ટ ટેબલમાં બીજા નંબર પર પહોંચી ગઇ છે. ચેન્નાઇ સુપર કિંગ્સને 5 વિકેટથી રોમાંચક મેચમાં માત આપીને રાજસ્થાન આ સ્થાન હાંસલ કરી લીધુ છે. રાજસ્થાનની આ લીગ સ્ટેજમાં 9મી જીત હતી. લખનઉ સુપર જાયન્ટ્સે પણ લીગ સ્ટેજમાં આટલી જ મેચો જીતી છે, પરંતુ તેનો નેટ રનરેટ રાજસ્થાન કરતા ઓછો છે. આ કારણ છે કે તે ત્રીજા નંબરના સ્થાન પર ખસકી ગઇ છે.
હાલના પૉઇન્ટ ટેબલમાં પહેલા સ્થાન પર ગુજરાત ટાઇટન્સની ટીમ છે, હાર્દિક પંડ્યાની આગેવાની વાળી ગુજરાતે આ સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યુ છે. ગુજરાતે લીગ સ્ટેજની 14 મેચોમાંથી 10 મેચોમાં જીત હાંસલ કરી છે, ટૉપ-4 ટીમોમાં હાલ RCB પણ સામેલ છે.
IPL 2022 પૉઇન્ટ ટેબલ -
ક્રમાંક | ટીમ | મેચ રમી | જીત | હાર | નેટ રનરેટ | પૉઇન્ટ |
1 | GT | 14 | 10 | 4 | 0.316 | 20 |
2 | RR | 14 | 9 | 5 | 0.298 | 18 |
3 | LSG | 14 | 9 | 5 | 0.251 | 18 |
4 | RCB | 14 | 8 | 6 | -0.253 | 16 |
5 | DC | 13 | 7 | 6 | 0.255 | 14 |
6 | KKR | 14 | 6 | 8 | 0.146 | 12 |
7 | PBKS | 13 | 6 | 7 | -0.043 | 12 |
8 | SRH | 13 | 6 | 7 | -0.230 | 12 |
9 | CSK | 14 | 4 | 10 | -0.203 | 8 |
10 | MI | 13 | 3 | 10 | -0.577 | 6 |
આ પણ વાંચો.........
જાણો કોણ છે સાંસદ ચંદ્ર આર્ય, જેમણે કેનેડાની સંસદમાં આપ્યું કન્નડમાં ભાષણ
કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર, જાણો ક્યારથી મળશે ગરમીમાં રાહત
જ્ઞાનવાપી કેસમાં સુપ્રીમ કોર્ટના આદેશ બાદ VHPનું પ્રથમ નિવેદન સામે આવ્યું, જાણો શું કહ્યું
Bollywood Vs South પર અક્ષય કુમારે કહ્યુ- દેશમાં ભાગલા પાડવાનું બંધ કરો