શોધખોળ કરો

LSG vs DC: રિષભ પંતનું ખરાબ નસીબ! કમનસીબ રીતે રન આઉટ થતાં મેદાન પર જ કાઢ્યો ગુસ્સો

IPL 2026 ની પહેલી જ મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન રિષભ પંતનો ઓપનર તરીકેનો પ્રયોગ ફ્લોપ; ખરાબ શોટ નહીં પણ નસીબના વાંકે માત્ર 7 રન બનાવીને પેવેલિયન ભેગા થયા.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • રિષભ પંત નવી ભૂમિકામાં ઓપનિંગ કરતા 7 રને દુર્ભાગ્યપૂર્ણ રીતે રન આઉટ.
  • પંતના આઉટ બાદ લખનૌનો મધ્યક્રમ ધરાશાયી, માત્ર 141 રનમાં ઓલઆઉટ.
  • મિશેલ માર્શ અને અબ્દુલ સમદ સિવાય કોઈ બેટ્સમેન ખાસ પ્રદર્શન કરી શક્યા નહીં.
  • દિલ્હી તરફથી લુંગી ન્ગીડી અને ટી નટરાજને 3-3 વિકેટ મળી.

IPL 2026 ની શાનદાર શરૂઆત થઈ ચૂકી છે અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) તથા દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે રમાયેલી મેચમાં એક જબરદસ્ત ડ્રામા જોવા મળ્યો હતો. લખનૌના કેપ્ટન રિષભ પંતે આ મેચમાં બધાને ચોંકાવીને ઓપનિંગ કરવાની જવાબદારી લીધી હતી, પરંતુ તેમનું નસીબ સાથ ન આપી શક્યું. નોન-સ્ટ્રાઈકર એન્ડ પર ઊભેલા પંત એકદમ કમનસીબ રીતે રન આઉટ થઈ ગયા અને માત્ર 7 રન બનાવીને ભારે નિરાશા અને ગુસ્સા સાથે પેવેલિયન પરત ફર્યા હતા. પંતના આઉટ થયા બાદ લખનૌની બેટિંગ લાઈનઅપ પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ હતી અને આખી ટીમ માત્ર 141 રનમાં જ સમેટાઈ ગઈ હતી.

કેવી રીતે થયો આ ડ્રામા?

દિલ્હી કેપિટલ્સ સામેની આ મેચમાં રિષભ પંત મિશેલ માર્શ સાથે ઇનિંગની શરૂઆત કરવા મેદાનમાં ઉતર્યા હતા. દિલ્હી તરફથી ત્રીજી ઓવર મુકેશ કુમાર નાખી રહ્યો હતો અને સ્ટ્રાઇક પર મિશેલ માર્શ હતો. ઓવરના છેલ્લા બોલ પર માર્શે સામેની તરફ એક સ્ટ્રેટ શોટ ફટકાર્યો. બોલ હવામાં હતો અને મુકેશ કુમારે તેને પકડવાનો પ્રયાસ કર્યો, પણ બોલ તેના હાથમાંથી છટકી ગયો. માર્શને તો જીવતદાન મળી ગયું, પણ બોલ સીધો જઈને નોન-સ્ટ્રાઈકર એન્ડની વિકેટ સાથે ટકરાયો. આ સમયે ત્યાં ઊભેલા પંત ક્રીઝની બહાર હતા અને આ રીતે તેઓ કમનસીબે રન આઉટ થઈ ગયા.

પંતનો ગુસ્સો અને નવો પ્રયોગ

કોઈ બોલરની સારી બોલિંગ કે પોતાના ખરાબ શોટના કારણે નહીં, પરંતુ માત્ર ખરાબ નસીબના કારણે આઉટ થવાથી પંત ખૂબ જ અકળાયેલા દેખાઈ રહ્યા હતા. મેદાન છોડીને બહાર જતા સમયે તેમના ચહેરા પર સ્પષ્ટ ગુસ્સો અને નિરાશા જોવા મળી રહી હતી. જોકે, ક્રિકેટ ફેન્સ માટે સૌથી મોટી નવાઈની વાત એ હતી કે પંત એડન માર્કરામ પહેલાં બેટિંગ કરવા આવ્યા હતા. તેમની આ નવી ભૂમિકા અને પ્રયોગ ફ્લોપ રહ્યો.

લખનૌની ટીમ 141 રનમાં ઓલઆઉટ

કેપ્ટન પંત સસ્તામાં આઉટ થયા પછી લખનૌની ઇનિંગ્સ સાવ વિખેરાઈ ગઈ. પંત પછી બેટિંગ કરવા આવેલા એડન માર્કરામ પણ કંઈ ખાસ ન કરી શક્યા અને માત્ર 11 રન બનાવીને અક્ષર પટેલના બોલ પર ક્લીન બોલ્ડ થઈ ગયા. યુવા ખેલાડી આયુષ બદોની તો પોતાનું ખાતું પણ ન ખોલાવી શક્યા (0 રન), જ્યારે આક્રમક બેટ્સમેન નિકોલસ પૂરન પણ માત્ર 8 રન બનાવીને ચાલતા પકડ્યા.

માત્ર મિશેલ માર્શ (35 રન) અને અબ્દુલ સમદ (36 રન) થોડી સારી બેટિંગ કરીને ટીમને સન્માનજનક સ્કોર સુધી લઈ જવાનો પ્રયાસ કરી શક્યા હતા. આખરે, પ્રથમ બેટિંગ કરતા લખનૌ સુપર જાયન્ટ્સની આખી ટીમ 141 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. દિલ્હી કેપિટલ્સના બોલર્સની વાત કરીએ તો, લુંગી ન્ગીડી અને ટી નટરાજને શાનદાર બોલિંગ કરતા 3-3 વિકેટ પોતાના નામે કરી હતી.

Frequently Asked Questions

IPL 2026 માં લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચેની મેચમાં શું થયું?

લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચેની મેચમાં લખનૌના કેપ્ટન રિષભ પંત એક દુર્ભાગ્યપૂર્ણ રન આઉટ થયા હતા. ત્યારબાદ લખનૌની ટીમ 141 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

રિષભ પંત કેવી રીતે રન આઉટ થયા?

રિષભ પંત નોન-સ્ટ્રાઈકર એન્ડ પર ઊભા હતા અને મિશેલ માર્શે ફટકારેલો શોટ બોલરના હાથમાંથી છટકીને સીધો વિકેટ સાથે અથડાયો, જેના કારણે તેઓ રન આઉટ થયા.

રિષભ પંતે આ મેચમાં કયો નવો પ્રયોગ કર્યો હતો?

આ મેચમાં રિષભ પંતે બધાને આશ્ચર્યચકિત કરીને એડન માર્કરામ પહેલાં ઓપનિંગ કરવાની જવાબદારી લીધી હતી. જોકે, આ પ્રયોગ સફળ રહ્યો ન હતો.

રિષભ પંતના આઉટ થયા બાદ લખનૌની બેટિંગનું શું થયું?

પંતના સસ્તામાં આઉટ થયા પછી લખનૌની બેટિંગ લાઇનઅપ ધરાશાયી થઈ ગઈ હતી. એડન માર્કરામ, આયુષ બદોની અને નિકોલસ પૂરન પણ ખાસ યોગદાન આપી શક્યા ન હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
બેંક ઓફ બરોડા અને કેનેરા બેંકનો મોટો ઝટકો: લોન પર વ્યાજ દરો વધાર્યા, EMI મોંઘી થશે
બેંક ઓફ બરોડા અને કેનેરા બેંકનો મોટો ઝટકો: લોન પર વ્યાજ દરો વધાર્યા, EMI મોંઘી થશે
8th Pay Commission: કર્મચારીઓને મળશે મોટી ભેટ! 3 મહિને વધશે DA, મિનિમમ પેન્શન 45,000 કરવાની માંગ 
8th Pay Commission: કર્મચારીઓને મળશે મોટી ભેટ! 3 મહિને વધશે DA, મિનિમમ પેન્શન 45,000 કરવાની માંગ 
Embed widget