શોધખોળ કરો

IPL 2026: 160 રનના ટાર્ગેટ સામે લખનૌની શરમજનક હાર, રાજસ્થાને હોમ ગ્રાઉન્ડમાં જ ધૂળ ચટાડી

એકાના સ્ટેડિયમમાં રમાયેલી 32મી મેચમાં જાડેજાની શાનદાર બેટિંગ અને આર્ચરની ઘાતક બોલિંગ સામે LSG પત્તાના મહેલની જેમ વિખેરાઈ ગયું. કેપ્ટન ઋષભ પંતનો ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય સાવ ખોટો સાબિત થયો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • રાજસ્થાન રોયલ્સે લખનૌ સુપર જાયન્ટ્સને 40 રનથી હરાવ્યું.
  • રવિન્દ્ર જાડેજાના 43 રનથી રાજસ્થાનનો સ્કોર 159/6 થયો.
  • લખનૌ 119 રનમાં ઓલઆઉટ, મિશેલ માર્શ 55 રન બનાવ્યા.
  • જોફ્રા આર્ચરની 3 વિકેટ, રાજસ્થાન બીજા સ્થાને પહોંચ્યું.

IPL 2026 LSG vs RR highlights: IPL 2026 માં લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) ની ખરાબ કિસ્મત અને ખરાબ ફોર્મ બંને સતત ચાલુ છે. સીઝનની 32મી મેચમાં રાજસ્થાન રોયલ્સે (RR) લખનૌને તેના જ હોમ ગ્રાઉન્ડ પર 40 રનથી કરારી હાર આપી છે. ઋષભ પંતે ટોસ જીતીને પહેલા બોલિંગ તો પસંદ કરી લીધી, પણ 160 રનનો સામાન્ય ટાર્ગેટ ચેઝ કરવામાં તેની આખી ટીમ 18 ઓવરમાં માત્ર 119 રનમાં જ સમેટાઈ ગઈ. આ હાર સાથે લખનૌને સળંગ ચોથી હારનો સામનો કરવો પડ્યો છે અને તે પોઈન્ટ ટેબલમાં 9મા નંબરે છે, જ્યારે શાનદાર જીત સાથે રાજસ્થાન રોયલ્સ હવે બીજા નંબરે પહોંચી ગયું છે.

જાડેજા બન્યો રાજસ્થાનનો સંકટમોચક

મેચની શરૂઆતની વાત કરીએ તો, લખનૌના બોલરો ખાસ કરીને મોહમ્મદ શમી અને મોહસીન ખાને કમાલ કરી હતી અને રાજસ્થાનની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. યશસ્વી જયસ્વાલે 22 અને કેપ્ટન રિયાન પરાગે 20 રન બનાવ્યા, જ્યારે વૈભવ સૂર્યવંશી (8) અને ધ્રુવ જુરેલ (0) સસ્તામાં આઉટ થઈ ગયા. એક સમયે 77 રનમાં 5 વિકેટ પડી ગઈ હતી, પરંતુ છઠ્ઠા નંબરે આવેલા રવિન્દ્ર જાડેજાએ સંકટમોચક બનીને 29 બોલમાં અણનમ 43 રન ફટકાર્યા. તેને છેલ્લે શુભમ દુબેનો સાથ મળ્યો અને રાજસ્થાને 20 ઓવરમાં 159/6 નો ફાઇટિંગ સ્કોર ઊભો કર્યો. લખનૌ તરફથી પ્રિન્સ યાદવે પણ 2 વિકેટ ઝડપી હતી.

પત્તાના મહેલની જેમ વિખેરાયું લખનૌ

160 રનનો ટાર્ગેટ આજના T20 જમાનામાં બહુ મોટો નથી ગણાતો, પણ લખનૌની શરૂઆત એટલી ખરાબ હતી કે પહેલી 3 ઓવરમાં જ 3 વિકેટ પડી ગઈ. આયુષ બદોની (0), કેપ્ટન ઋષભ પંત (0) અને એડન માર્કરામ (0) ખાતું ખોલાવ્યા વિના જ પેવેલિયન ભેગા થઈ ગયા. એક તરફથી ઓપનર મિશેલ માર્શે બાજી સંભાળી અને 41 બોલમાં 55 રન ફટકાર્યા, પણ સામે છેડેથી કોઈ સાથ ન મળ્યો. નિકોલસ પૂરને 22 રનનું યોગદાન આપ્યું. એકાનાની પીચ ધીમી હતી અને બોલ ટર્ન થઈ રહ્યો હતો, જેના કારણે લખનૌના બેટ્સમેનો સેટ થઈ શક્યા નહીં અને રનરેટનું દબાણ વધતું ગયું.

જોફ્રા આર્ચરની ઘાતક બોલિંગ

16મી ઓવરમાં મિશેલ માર્શ આઉટ થતાં જ લખનૌની જીતની આશાઓ પર પાણી ફરી વળ્યું હતું. ડેથ ઓવર્સમાં જોફ્રા આર્ચરે પોતાની સ્પીડ અને લાઇન લેન્થથી ભારે તબાહી મચાવી. આર્ચરે 4 ઓવરમાં માત્ર 20 રન આપીને 3 મોટી વિકેટ ઝડપી લીધી. અંતે બ્રિજેશ શર્માએ એક જ ઓવરમાં બે વિકેટ પાડીને લખનૌની ઇનિંગ્સને 119 રન પર જ સમેટી લીધી અને રાજસ્થાન રોયલ્સને એક શાનદાર અને એકતરફી જીત અપાવી.

Frequently Asked Questions

IPL 2026 માં લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) ની રાજસ્થાન રોયલ્સ (RR) સામે મેચનું પરિણામ શું રહ્યું?

રાજસ્થાન રોયલ્સે લખનૌ સુપર જાયન્ટ્સને તેના ઘરઆંગણે 40 રનથી હરાવ્યું. લખનૌ 18 ઓવરમાં માત્ર 119 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.

રાજસ્થાન રોયલ્સ માટે મેચનો સંકટમોચક કોણ હતું?

રવિન્દ્ર જાડેજા રાજસ્થાન માટે સંકટમોચક સાબિત થયા. તેમણે 29 બોલમાં અણનમ 43 રન ફટકારી ટીમને 159/6 ના સ્કોર સુધી પહોંચાડવામાં મદદ કરી.

લખનૌ સુપર જાયન્ટ્સના કયા બેટ્સમેનો ખાતું ખોલાવ્યા વિના આઉટ થયા?

આયુષ બદોની, કેપ્ટન ઋષભ પંત અને એડન માર્કરામ રાજસ્થાન સામેની મેચમાં ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થઈ ગયા હતા.

રાજસ્થાન રોયલ્સ માટે આ મેચમાં સૌથી વધુ વિકેટ કોણે લીધી?

જોફ્રા આર્ચરે 4 ઓવરમાં માત્ર 20 રન આપીને 3 મહત્વપૂર્ણ વિકેટ ઝડપી. બ્રિજેશ શર્માએ પણ અંતે બે વિકેટ લીધી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Embed widget