(Source: ECI/ABP News/ABP Majha)
ફાઈનલમાં પહોંચવા છતા ગુજરાત ટાઈટન્સનો આ ખેલાડી છે નિરાશ, ફાઈનલમાં નહીં મળે રમવાનો મોકો
ગુજરાત ટાઇટન્સની ટીમ આઈપીએલની ફાઈનલમાં પહોંચી છે. આ દરમિયાન મેથ્યુ વેડે કબૂલ્યું છે કે તેમની ટીમે તેમના પ્રથમ વર્ષમાં ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છતાં, IPLની સીઝન વ્યક્તિગત રીતે તેઓ ઇચ્છતા હતા તેવી રહી નથી.
Gujarat Titans IPL 2022: ગુજરાત ટાઇટન્સની ટીમ આઈપીએલની ફાઈનલમાં પહોંચી ગઈ છે. આ દરમિયાન બેટ્સમેન મેથ્યુ વેડે કબૂલ્યું છે કે તેમની ટીમે તેમના પ્રથમ વર્ષમાં ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હોવા છતાં, IPL 2022ની સીઝન વ્યક્તિગત રીતે તેઓ ઇચ્છતા હતા તેવી રહી નથી. 34 વર્ષીય ઓસ્ટ્રેલિયન વિકેટ-કીપર બેટ્સમેને IPL 2022ની ફાઈનલમાં જગ્યા બનાવવા માટે ક્વોલિફાયર 1માં રાજસ્થાન રોયલ્સ સામે 30 બોલમાં 35 રન બનાવ્યા હતા.
વેડ માટે ખૂબ જ ખરાબ રહી સિઝન
વધુમાં વેડે કહ્યું કે, કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે ક્વોલિફાયર 1માં તેણે 35 રન બનાવ્યા હતા જેમા તેમણે 30 બોલનો સામનો કર્યો હતો. વેડે આગળ કહ્યું કે, વ્યક્તિગત રીતે નિરાશાજનક ટૂર્નામેન્ટ રહી છે. હું બોલને સારી રીતે હીટ નથી કરી શકતો, ખાસ કરીને જ્યારથી હું ટીમમાં પાછો આવ્યો છું ત્યારથી હું રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છું. ફિલ્ડિંગમાં થોડું સારું કરી રહ્યો હતો, પરંતુ તમારે રન બનાવવાનો પ્રયાસ કરતા રહેવું જોઈએ. નોંધનિય છે કે, 2022ની ફાઈનલ રવિવારે અમદાવાગમાં રાજસ્થાન રોયલ્સ સામે રમાશે.
11 વર્ષ પછી વાપસી
2011માં દિલ્હી ડેરડેવિલ્સ (દિલ્હી કેપિટલ્સ) માટે ત્રણ મેચ રમીને વેડ 11 વર્ષ પછી IPLમાં પાછો ફર્યો છે. આ IPL સિઝનમાં તેની નવમાંથી બે ઇનિંગ્સને બાદ કરતાં રાજસ્થાન સામે 35 રન તેનો સર્વોચ્ચ સ્કોર છે. ખરાબ ફોર્મને કારણે તે છ મેચો માટે પ્લેઈંગ ઈલેવનમાં પણ નહોતો કારણ કે હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ટાઈટન્સે એક વધારાનો બોલર સામેલ કર્યો હતો.
ફાઇનલમાં ટીમની બહાર થઈ શકે છે
વેડે વધુમાં કહ્યું કે, જો તેને તક મળશે તો તે આવનારા વર્ષોમાં ફ્રેન્ચાઈઝી ક્રિકેટ રમવા માટે કન્ફર્ટેબલ રહેશે, પરંતુ જો કદાચ તેને રમવાનો મોકો નહીં મળે તો તે દુખી નહીં થાય. તેણે કહ્યું, હું ફ્રેન્ચાઈઝી ક્રિકેટનો એટલો પીછો નથી કરતો, જો મને તક મળશે તો હું રમીશ.'તેણે ઉમેર્યું, હું માત્ર આરામદાયક રહેવા માંગુ છું, વર્લ્ડ કપ પછી મારા પરિવાર સાથે થોડો સમય વિતાવવા માંગુ છું અને જોઉં છું કે મારી કારકિર્દીના છેલ્લા કેટલાક વર્ષોમાં શું કરવાનું છે. વેડનું ફાઈનલમાં રમવું મુશ્કેલ માનવામાં આવે છે.