MI vs KKR: 'બેબી ડિવિલિયર્સ'ના નામે જાણીતા બ્રેવિસે વરુણ ચક્રવર્તીની ઓવરમાં ફટકારી સિક્સ, વીડિયો જોઇ તમામ લોકો કરી રહ્યા છે પ્રશંસા
દક્ષિણ આફ્રિકાના યુવા ખેલાડી ડેવાલ્ડ બ્રેવિસે આ મેચમાં મુંબઈ માટે ડેબ્યૂ કર્યું છે
પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં IPL 2022 ની 14મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઇ રહી છે. દક્ષિણ આફ્રિકાના યુવા ખેલાડી ડેવાલ્ડ બ્રેવિસે આ મેચમાં મુંબઈ માટે ડેબ્યૂ કર્યું છે. પોતાની ડેબ્યૂ મેચમાં તેણે બેટિંગથી તમામ લોકોને દિવાના બનાવી દીધા છે.
BABY AB HAS ARRIVED pic.twitter.com/u7iy8hjB5y
— ✖️ (@_klausxx) April 6, 2022
સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો
ડેવાલ્ડ બ્રેવિસ તેની નીડર બેટિંગ માટે જાણીતો છે. તેણે મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તીના બોલ પર નો લૂક સિક્સ ફટકારી હતી. આ સિવાય તેણે રસિક સલામની ઓવરમાં આ શોર્ટ રમ્યો હતો. તે KKR વિરૂદ્ધ મોટી ઈનિંગ રમી શક્યો ન હતો પરંતુ તેની આ ઈનિંગથી બધાએ તેની પ્રતિભા જોઈ હતી. તેણે KKR સામે 29 રન બનાવ્યા હતા. આ ઇનિંગ દરમિયાન તેણે બે સિક્સર પણ ફટકારી હતી.
No look six by baby AB!!#IPL2022#MIvsKKRpic.twitter.com/bfFkKWEAzj
— Ashmin Aryal (@AryalAshmin) April 6, 2022
કેકેઆરએ ટોસ જીત્યો હતો
આ પહેલા KKRએ મુંબઈ સામે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ પહેલા મુંબઈને પ્રથમ બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો તેથી તે આજની મેચ જીતીને ખાતુ ખોલવા માંગશે. જ્યારે KKRએ ત્રણ મેચ રમી છે. જેમાં તેણે બે જીતી છે અને એકમાં હારનો સામનો કરવો પડ્યો છે.
મુંબઇએ કોલકત્તાને જીતવા માટે 162 રનનો ટાર્ગેટ આપ્યો છે. સૂર્યકુમાર યાદવે 52 રન ફટકાર્યા હતા. મુંબઇએ 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવી 161 રન બનાવ્યા હતા. પોલાર્ડે પાંચ બોલમાં અણનમ 22 રનની ઇનિંગ રમી હતી. તિલક વર્મા 38 રન બનાવી અણનમ રહ્યા હતા. કોલકત્તા તરફથી કમિન્સે બે અને ઉમેશ યાદવ અને ચક્રવર્તીએ એક-એક વિકેટ ઝડપી હતી.