શોધખોળ કરો

IPL 2026: ચેન્નાઈના ફેન્સ માટે મોટા સમાચાર, આ ટીમ સામેની મેચમાં થશે 'થાલા' ધોનીની એન્ટ્રી!

MS Dhoni return IPL: પગની ઈજા બાદ માહી પ્રેક્ટિસમાં વિકેટ કીપિંગ કરતો દેખાયો, ફ્રેન્ચાઈઝીએ શેર કર્યો નવો વીડિયો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ધોની પગની ઈજા બાદ IPL 2026માં મેદાનમાં પાછા ફરશે.
  • CSK એ શેયર કરેલા વીડિયોમાં ધોની વિકેટકીપિંગ કરતો દેખાયો.
  • ચેન્નઈ હાલમાં પોઈન્ટ ટેબલમાં 8મા સ્થાને છે.
  • ધોનીની વાપસીથી ટીમનું પ્રદર્શન સુધરી શકે છે.

MS Dhoni return IPL: IPL 2026 માં અત્યાર સુધી એમએસ ધોની મેદાનથી દૂર રહ્યો છે, પરંતુ હવે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ના ફેન્સ માટે એક મોટા અને ખુશખબર સમાન સમાચાર છે. પગની ઈજાને કારણે શરૂઆતની 6 મેચો ગુમાવ્યા બાદ, 'થાલા' ધોની 23 એપ્રિલે મુંબઈ ઈન્ડિયન્સ (MI) સામે રમાનારી મેચમાં વાપસી કરે તેવી પૂરી શક્યતા છે. CSK ફ્રેન્ચાઇઝીએ પોતે જ એક વીડિયો શેર કરીને આ વાતની મોટી હિંટ આપી છે. અત્યારે પોઈન્ટ ટેબલમાં 8મા ક્રમે સંઘર્ષ કરી રહેલી ચેન્નાઈની ટીમને ધોનીની વાપસીથી મોટો ફાયદો અને આત્મવિશ્વાસ મળી શકે છે.

ઈજાના કારણે શરૂઆતની મેચો ગુમાવી

તમને જણાવી દઈએ કે, IPL 2026 ની શરૂઆતમાં જ 28 માર્ચે ચેન્નાઈએ એક સત્તાવાર નિવેદન બહાર પાડ્યું હતું. જેમાં કહેવાયું હતું કે માહીને પગમાં ઈજા થઈ છે અને તે શરૂઆતના 2 અઠવાડિયા સુધી રમી શકશે નહીં. જોકે, 2 અઠવાડિયાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં ધોની મેદાનમાં પાછો ફર્યો ન હતો. આ સિઝનમાં ચેન્નાઈએ અત્યાર સુધીમાં 6 લીગ મેચ રમી છે, પરંતુ ફેન્સ તેમના ફેવરિટ ખેલાડીને મેદાન પર જોવા માટે તરસી ગયા હતા.

વિકેટ કીપિંગના વીડિયોએ આપી વાપસીની પુષ્ટિ

હવે મુંબઈ સામે ધોની રમશે તેવું શા માટે લાગી રહ્યું છે? હકીકતમાં, મંગળવારે (21 એપ્રિલ) સાંજે 7 વાગ્યે CSK એ તેના સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં માહી પ્રેક્ટિસ સેશનમાં પૂરા જોશ સાથે વિકેટ કીપિંગ કરતો જોવા મળી રહ્યો છે. અગાઉ પણ ચેન્નાઈએ ધોનીના પ્રેક્ટિસના વીડિયો શેર કર્યા હતા, પરંતુ તેમાં તે ક્યાંય વિકેટ કીપિંગ કરતો ન હતો. વિકેટ કીપિંગની પ્રેક્ટિસ એ વાતની મજબૂત સાબિતી છે કે તે હવે મેદાનમાં ઉતરવા માટે ફિટ છે અને આગામી મેચમાં પ્લેઇંગ ઇલેવનનો ભાગ બની શકે છે. જોકે, ફ્રેન્ચાઇઝીએ હજુ સુધી સત્તાવાર જાહેરાત નથી કરી કે તે પ્લેઇંગ ઇલેવનમાં હશે જ.

પોઈન્ટ ટેબલમાં CSK ની હાલત ખરાબ

ચેન્નાઈ સુપર કિંગ્સ માટે ધોનીની વાપસી અત્યારે સંજીવની સમાન બની શકે છે, કારણ કે આ સિઝનમાં ટીમનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહ્યું છે. ટીમે અત્યાર સુધી 6 મેચ રમી છે, જેમાંથી માત્ર 2 માં જ જીત મળી છે અને 4 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. અત્યારે ટીમના માત્ર 4 પોઈન્ટ છે અને નેટ રન રેટ પણ -0.780 જેટલો ખરાબ છે. આ નબળા પ્રદર્શનના કારણે ચેન્નાઈ હાલમાં પોઈન્ટ ટેબલમાં 8મા સ્થાને ધકેલાઈ ગઈ છે. હવે જોવાનું એ રહે છે કે ધોનીની એન્ટ્રી ટીમનું નસીબ બદલી શકે છે કે નહીં.

Frequently Asked Questions

શું એમએસ ધોની IPL 2026 માં પાછા ફરશે?

હા, પગની ઈજાને કારણે શરૂઆતની 6 મેચો ગુમાવ્યા બાદ, એમએસ ધોની 23 એપ્રિલે મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં વાપસી કરે તેવી પૂરી શક્યતા છે.

ધોનીની વાપસીની પુષ્ટિ ક્યાંથી મળી?

CSK ફ્રેન્ચાઇઝીએ એક વીડિયો શેર કર્યો છે જેમાં ધોની પ્રેક્ટિસ સેશનમાં પૂરા જોશ સાથે વિકેટકીપિંગ કરતો જોવા મળી રહ્યો છે, જે તેની વાપસીની પુષ્ટિ આપે છે.

ધોની IPL 2026 ની કેટલી મેચો રમી શક્યો નથી?

ધોની IPL 2026 ની શરૂઆતની 6 મેચો પગની ઈજાને કારણે રમી શક્યો નથી.

IPL 2026 માં CSK ની વર્તમાન સ્થિતિ શું છે?

CSK એ 6 મેચમાંથી માત્ર 2 જીતી છે અને 4 હારી છે, જેથી તેઓ પોઈન્ટ ટેબલમાં 8મા સ્થાને છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
યુપી, બિહાર, ઝારખંડ સહિત 16 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન
યુપી, બિહાર, ઝારખંડ સહિત 16 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન
Embed widget