Corbin Bosch Joins Rajasthan Royals: રાજસ્થાન રૉયલ્સે આઇપીએલ 2022માં છેલ્લા તબક્કાની મેચો જીતીને પ્લેઓફમાં જગ્યા પાક્કી કરવા માટે મોટો દાંવ રમ્યો છે. રાજસ્થાન રૉયલ્સે આ સિઝનમાં ઇજાગ્રસ્ત થયેલા કૂલ્ટર-નાઇલની જગ્યાએ દક્ષિણ આફ્રિકાનો 27 વર્ષીય ધાકડ ઓલરાઉન્ડર કૉર્બિન બૉશને તાત્કાલિક ધોરણે ટીમમાં સામેલ કર્યો છે. કૉર્બિન બૉશ હવે ટીમમાં કૂલ્ટર-નાઇલની રિપ્લેસમેન્ટ તરીકે જોડાશે. તેના જોડાવવાથી ટીમમાં બૉલિંગ અને બેટિંગ બન્નેમાં મજબૂત મળશે. 


ટીમ સાથે જોડાયો કૉર્બિન બૉશ-
રાજસ્થાન રૉયલ્સે તેને તેની બેઝ પ્રાઇસ 20 લાખ રૂપિયાની કિંમત સાથે જ જોડ્યો છે. તે આઇપીએલ 2022 હરાજીમાં સામેલ થયો હતો, પરંતુ તેને કોઇપણ ટીમે ખરીદ્યો ન હતો. દક્ષિણ આફ્રિકાના આ 27 વર્ષીય ઓલરાઉન્ડરે અત્યાર સુધી 30 ટી20 મેચો રમી છે. આ દરમિયાન તેને 151 રન બનાવ્યા છે, અને 18 વિકેટો ઝડપી છે. તે નેટ બૉલર તરીકે ટીમમાં પહેલાથી જ જોડાયેલો હતો. આવામાં આ તેના જોડાવવાથી રાજસ્થાનને એક ઓલરાઉન્ડર ખેલાડી મળી ગયો છે. 


ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયાના કૂલ્ટર-નાઇલને આઇપીએલની પહેલી જ મેચમાં એટલે કે શરૂઆતથી જ ઇજા પહોંચી હતી, અને તે માત્ર 3 ઓવર જ બૉલિંગ કરી શક્યો હતો. આ પછી તે ઇજાના કારણે આઇપીએલમાંથી બહાર થઇ ગયો હતો. 


આ પણ વાંચો....... 


ઓસ્ટ્રેલિયન સ્ટાર ઓલરાઉન્ડર એન્ડ્ર્યૂ સાયમન્ડ્સનુ કાર દૂર્ઘટનામાં નિધન, જાણો


IPL મેચ ફિક્સિંગ મામલે CBI એ ત્રણ લોકોની કરી ધરપકડ, સટ્ટોડિયાનું PAK સાથે કનેકશન !


Crime News: મહિલાએ વોટ્સએપ કોલ કરીને યુવકનો બનાવ્યો અશ્લીલ વીડિયો, બાદમાં શરૂ થયો આવો ખેલ


Jyotish Tips: આર્થિક તંગીથી છો પરેશાન, તો અપનાવો લવિંગનો આ એકદમ સરળ ઉપાય, થઈ જશો માલામાલ


કચ્છ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, નર્મદાની દૂધઈ પેટા શાખા નહેરને વધુ 45 કિલોમીટર લંબાવવામાં આવશે


VIDEO: મહુવા સર્કિટ હાઉસ બાદ આ જિલ્લા પંચાયત કચેરીના કેમ્પસમાં દારુની બોટલો મળી આવતા ચકચાર