નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ આજના ક્રિકેટ જગતની એક મહાન અને મોટી લીગ બની ગઇ છે. અહીં પૈસાની સાથે સાથે મોટી મોટી તકો પળે છે. આઇપીએલને ભારતમાં જ નહીં પરંતુ આખી દુનિયામાં જબરદસ્ત રીતે સારો પ્રતિસાદ મળી રહ્યો છે, આ વખતે 15મી સિઝનની શરૂઆત પહેલા જ ભારતના પૂર્વ ક્રિકેટર અને પૂર્વ કૉચ રવિ શાસ્ત્રીએ આઇપીએલ પર કાટક્ષ કરીને બધાની માનસિકતા પર સવાલો ઉભા કરી દીધા છે. મંગળવારે રવિ શાસ્ત્રીએ કહ્યું કે આઇપીએલ દુનિયાની એક મોટી ફિઝીયોથેરાપિસ્ટ છે.
રવિ શાસ્ત્રી કટાક્ષ કરતાં કહ્યું કે, - આઇપીએલ દુનિયાની સૌથી મોટી ફિઝીયોથેરાપિસ્ટ તરીકે કામ કરે છે અને આમાં ઇજાગ્રસ્ત ખેલાડીઓને લીગ માટે સમયસર ફિટ કરવાની ગજબ ક્ષમતા છે. જોકે રવિ શાસ્ત્રીએ આઇપીએલને દુનિયાની એક મહાન લીગ પણ ગણાવીને પ્રસંશા પણ કરી હતી. રવિ શાસ્ત્રીએ કહ્યું કે આઇપીએલ માટે દરેક ખેલાડી ફિટ રહેવા માગે છે, અને રમવા પણ આવી જાય છે.
IPL બ્રોડકાસ્ટર દ્વારા આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં શાસ્ત્રીએ કહ્યું, “IPL વિશ્વની મહાન લીગમાંથી એક છે. સાથે જ તે વિશ્વના મહાન ફિઝિયોમાંથી એક છે કારણ કે IPL ઓક્શન પહેલા દરેક વ્યક્તિ ફિટ થઈ જાય છે, કારણ કે દરેક વ્યક્તિ IPL માં રમવા માંગે છે.
જ્યારે શાસ્ત્રીને પૂછવામાં આવ્યું કે લીગમાં યુવાનો મોટા પૈસા લઈને આવે છે, શું તેમના પર કોઈ દબાણ છે? આ અંગે શાસ્ત્રીએ કહ્યું, પૈસાને ભૂલી જવું ખૂબ જ જરૂરી છે. વ્યક્તિએ બેઝિક્સ પર પાછા જવું પડશે અને શરૂઆતથી શરૂ કરવું પડશે… કહેવું સહેલું છે પણ કરવું મુશ્કેલ છે. પરંતુ તમારે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવું પડશે. ઝીણી ઝીણી બાબતો પર ધ્યાન આપવું પડે છે અને અહીં કેપ્ટન મોટો માણસ બની જાય છે. તે દબાણને શોષી શકે છે. એક ચતુર કેપ્ટન આવું જ કરે છે.
આ પણ વાંચો........
Health tips: આ 5 ડ્રિન્કથી લોહી થઇ જાય છે એકદમ શુદ્ધ, બોડીને ડિટોક્સ કરવામાં મળશે મદદ
DCGIએ ઈમરજન્સી ઉપયોગ માટે નોવોવેક્સ રસીને મંજૂરી આપી, 12 થી 18 વર્ષની વયના લોકોને આ રસી મળશે
અધિકાર: હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે ઘરેલું હિંસા કાયદા હેઠળ મહિલાઓને સાસરીમાં રહેવાનો અધિકાર છે
Health Tips: વેઇટ લોસની સાથે તકમરિયાના છે આ અદભૂત ફાયદા, આ રીતે કરો નિયમિત સેવન