IPL 2022: ટીમ ઇન્ડિયાના પૂર્વ હેડ કૉચ રવિ શાસ્ત્રીએ દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંતને મોટી સલાહ આપી છે. તેમને કહ્યું કે પંતે વિના વિચારે આંદ્રે રસેલની જેમ હિટંગ ફટકાબાજી એટલે કે આંદ્રે રસેલ મૉડમાં બેટિંગ કરવી જોઇએ. ઉલ્લેખનીય છે કે આઇપીએલ 2022માં પંત કંઇ ખાસ બેટિંગ નથી કરી શક્યો.  


રવિ શાસ્ત્રીએ ઇએસપીએન ક્રિકઇન્ફો સાથે વાત કરતા કહ્યું - મને લાગે છે કે એકવાર ઋષભ પંત રન બનાવવાની  ગતિ પકડી લે તો તેને તે ગતિને રોકવી ના જોઇએ. તેમને આગળ કહ્યું કે જો ઋષભ પંત કોઇ બૉલરને હીટ કરવા માંગે છે તો તેને હિટ કરે, આના માટે વધુ વિચારવાની જરૂર નથી, કેમ કે તમે લોકોની અપેક્ષાથી વધારે મેચ જીતી શકો છો. 


શાસ્ત્રીનુ માનવુ છે કે માનસિક રીતે મજબૂત હોવાના કારણે રસેલે ટી20 ફોર્મેટમાં વિસ્ફોટક બેટિંગમાં સુધારો કર્યો છે.તેને મૉડ અપનાવવાથી પંત પણ અલગ બેટ્સમેન બની જશે.


ઉલ્લેખનીય છે કે દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંત આઇપીએલ 2022માં 150થી વધુની સ્ટ્રાઇક રેટથી રન બનાવી રહ્યો છે, પરંતુ  તે મેચ જીતાઉ ઇનિંગ રમવામાં નિષ્ફળ જઇ રહ્યો છે. 


આ પણ વાંચો......... 


રોહિત શર્માને આઉટ આપ્યા બાદ અલ્ટ્રાએજ પર વિવાદ શરુ થયો, જાણો અલ્ટ્રાએજ અને હોટ-સ્પોટ ટેક્નીક શું છે?


IPO Market: SEBIએ આધાર હાઉસિંગ, બિકાજી ફૂડ્સ અને TVS સપ્લાય ચેઇન સોલ્યુશન્સ સહિત 5 કંપનીઓના IPOને આપી મંજૂરી


Benefits Of AloVera: એલોવેરા સ્કિન માટે નહીં પરંતુ થાઇરોઇડની બીમારીમાં પણ છે રામબાણ ઇલાજ


Side Effects of Raw Onion:જરૂરથી વધુ કાચી ડુંગળી ખાવાથી શરીરના થાય છે આટલા નુકસાન


અમદાવાદ: પાલડીના NID કેમ્પસમાં કોરોના વિસ્ફોટ, 37 લોકોને કોરોના, માઈક્રો કન્ટેન્મેટ જાહેર કરાયું


Cholesterol Reducing Foods: આ રીતે ખાવ લસણ, એક દિવસમાં ખતમ થઇ જશે 10% જમા કોલેસ્ટ્રોલ