LSG vs CSK: ઇન્ડિયન પ્રીમિયર લીગની સિઝન 15 શરૂ થઇ ચૂકી છે. ગઇ સિઝનની વિજેતા ચેન્નાઇ સુપર કિંગ્સ આ વખતે કંઇક ખાસ નથી કરી રહી. પ્રથમ બે મેચમાં હાર મળ્યા બાદ કેપ્ટન રવિન્દ્ર જાડેજા ગુસ્સે થઇ ગયો છે. ગઇકાલે ચેન્નાઇ સુપર કિંગ્સની સામે નવી ટીમ લખનઉ સુપર જાયન્ટ્સ મેદાનમાં હતી, પરંતુ લખનઉએ જબરદસ્ત બેટિંગ કરતાં જાડેજાની ટીમને હારનો સ્વાદ ચખાડી દીધો હતો. 


210 રનોનો વિશાળ ટાર્ગેટ આપવા છતાં જાડેજાની ટીમને હારનો સામનો કરવો પડ્યો, આ વાતને લઇને જાડેજાએ મેચ બાદ ગુસ્સો ઠાલવતા કહ્યું કે - અમે શરૂઆત સારી કરી, રૉબિન ઉથપ્પા અને શિવમ ડુબે શાનદાર રમત રમી, પરંતુ ફિલ્ડિંગમાં અમારે કેચ પકડવા પડશે ત્યારે તો અમે જીતીશુ, અમારે તે મોકો લપકી લેવા જોઇતા હતા, અહીં ખુબ ભેજ હતો, બૉલ હાથમાં ન હતો ટકી શકતો. હવે અમારે ભીના બૉલથી અભ્યાસ કરવો પડશે. કેપ્ટન જાડેજાએ ભેજના કારણે હાર થઇ હોવાનુ સ્વીકાર્યુ છે, અને હવે ટીમને ભીના બૉલથી પ્રેક્ટિસ કરવા માટે કહ્યું છે.


જાડેજાએ કહ્યું કે, અમે શરૂઆત છ અને વચ્ચેની ઓવરમાં શાનદાર બેટિંગ કરી, પીચ બેટિંગ માટે બહુજ સારી હતી, બૉલિંગમાં અમારે યોજનાઓ પર અમલ કરવાની જરૂર છે. 


LSG vs CSK: ચેન્નાઈ સામે લખનૌની 6 વિકેટે જીત, એવિન લેવિસની તોફાની બેટિંગ
ચેન્નાઈ સામે લખનૌની ટીમે 6 વિકેટે જીત મેળવી છે. લખનૌ તરફથી એવિન લેવિસે 23 બોલમાં 55 રન બનાવી ટીમને જીત અપાવી હતી. આ ઉપરાંત ડી કોકે 45 બોલમાં 61 રન બનાવી ટીમની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું.  આયુષ 9 બોલમાં 19 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો.


 


આ પણ વાંચો...... 


આજથી આ 8 મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે, હવે નહીં મળે આ સરકારી સબસિડી, PF જમા પર લાગશે ટેક્સ


CNG-PNG Prices Hike: CNGના ભાવમાં પ્રતિ કિલો 5 રૂપિયાનો વધારો, જાણો હવે કેટલા રૂપિયા ચૂકવવા પડશે


LPG Cylinder hike: ગેસના બાટલામાં આજે એક જ ઝાટકો 250 રૂપિયાનો વધારો, જાણો હવે કેટલા રૂપિયા ચૂકવવા પડશે


પીએમ યોજના હેઠળ આધાર કાર્ડથી લોન આપવામાં આવે છે? જાણો મોદી સરકારે શું કહ્યું......


પુતિનનો મોટો દાંવ, હવે ગેસ ખરીદવા માટે યૂરોપિયન દેશો માટે જરૂરી કરી આ પેમેન્ટ સિસ્ટમ, જાણો વિગતે