RCB VS DC: ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આજે ડબલ હેડર મેચો રમાશે. શનિવારે આઇપીએલમાં એક મોટો મુકાબલો જોવા મળશે. દિલ્હી કેપિટલ્સનો સામનો આજે રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર સામે થવાનો છે. દિલ્હી વધુ એક જીત માટે પ્રયાસ કરશે, તો સામે બેંગ્લૉર જીત સાથે લયમાં આવવા કોશિશ કરશે. જાણો આજની મેચમાં દિલ્હી અને બેંગ્લૉરની કેવી હશે પ્લેઇંગ ઇલેવન -
દિલ્હીમાં માર્શ કરી શકે છે વાપસી -
પાકિસ્તાન પ્રવાસ પર ઇજા થયા બાદ ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર અને ઘાતક બેટ્સમેન મિશેલ માર્શ એકવાર ફરીથી વાપસી કરી શકે છે, માર્શ ટ્રેનિંગ સેશનમાં દેખાયો હતો. આવામાં તેની ટીમમાં વાપસી થઇ શકે છે. તેના આવવાથી ટીમમાં બૉલિંગ અને બેટિંગ બન્નેમાં મજબૂતી મળશે. માર્શે ટી20 વર્લ્ડકપમાં ખતરનાક બેટિંગ કરી હતી, ફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડના બૉલરોને ધોઇ નાંખીને એકલા હાથે ઓસ્ટ્રેલિયને ટી20 ચેમ્પીયન બનાવ્યુ હતુ.
દિલ્હીની સંભવિત પ્લેઇંગ ઇલેવન -
ડેવિડ વોર્નર, પૃથ્વી શૉ, મિશેલ માર્શ, ઋષભ પંત (કેપ્ટન), રૉવમેન પૉવેલ, લલિત યાદવ, અક્ષર પટેલ, શાર્દૂલ ઠાકુર, કુલદીપ યાદવ, મુસ્તફિઝૂર રહેમાન, ખલીલ અહેમદ.
હર્ષલની થઇ શકે છે વાપસી -
ચેન્નાઇ વિરુદ્ધ RCBને સૌથી વધુ નુકસાન હર્ષલ પટેલનુ થયુ છે. આવામાં આ મેચમાં ટીમ સાથે જોડાઇ શકે છે.
બેંગ્લૉરની સંભવિત પ્લેઇંગ ઇલેવન -
ફાક ડૂ પ્લેસીસ, અનુજ રાવત, વિરાટ કોહલી, શાહબાઝ અહેમદ, ગ્લેન મેક્સવેલ, સુયશ પ્રભુ દેસાઇ, દિનેશ કાર્તિક, વાનિન્દુ હસરંગા, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ, જૉશ હેઝલવુડ.
પીચ રિપોર્ટ -
જો વાનખેડેની પીચની વાત કરીએ તો આ પીચ એકવાર ફરીથી બેટ્સમેનોન માટે આશીર્વાદરૂપ સાબિત થશે. ભેજના કારણે ટૉસ જીતનારી ટીમ બૉલિંગ કરવાનુ પસંદ કરશે.
દિલ્હીની બેટ્સમેનો હજુ પણ સંઘર્ષ કરી રહ્યાં છે, આવામાં બેંગ્લૉરની પાસે આજે જીત માટે બેસ્ટ મોકો છે.
આ પણ વાંચો........
ચીન સામે રક્ષામંત્રી રાજનાથ સિંહનો હુંકાર, “ભારતને છંછેડ્યુ, તો કોઈને છોડીશું નહીં”
ગરમીમાં ખૂબ જ જરુરી છે વાળની સંભાળ, આ રીતે રાખો તમારા વાળને સુંદર
કાકડી ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે, ગરમીમાં વધારે ખાવી જોઈએ
ક્રિકેટમાં વાયલન્સ.. વાયલન્સ... વાયલન્સ.. KGF ના રૉકીભાઈના અંદાજમાં દેખાયો ડેવિડ વોર્નર, જુઓ વીડિયો