શોધખોળ કરો

હિટમેનનો નવો રેકોર્ડ: રોહિત શર્માએ IPL માં ધોનીનો સિક્સર રેકોર્ડ તોડ્યો, હવે ગેલના નિશાના પર!

દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં 1 કડક સિક્સર ફટકારીને હિટમેને રચ્યો ઈતિહાસ, 'સિક્સર કિંગ' ધોનીને પાછળ છોડ્યો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • રોહિત શર્માએ દિલ્હી સામે એક સિક્સ મારી ધોનીનો રેકોર્ડ તોડ્યો.
  • તે દિલ્હી સામે સૌથી વધુ છગ્ગા ફટકારનાર ભારતીય બન્યો.
  • રોહિત દિલ્હી સામે 1000 થી વધુ રન બનાવનાર બીજો ભારતીય.
  • તે મુંબઈ માટે 6000 રન પૂરા કરવાની નજીક છે.

આઈપીએલ (IPL) માં હિટમેન રોહિત શર્માએ ફરી એકવાર કમાલ કરી બતાવી છે. દિલ્હી કેપિટલ્સ સામેની શાનદાર મેચમાં રોહિતે માત્ર એક જ સિક્સ ફટકારીને મહેન્દ્ર સિંહ ધોનીનો વર્ષો જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. હવે રોહિત શર્મા IPL ના ઇતિહાસમાં કોઈ એક જ વિરોધી ટીમ સામે સૌથી વધુ છગ્ગા ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બની ગયો છે. એટલું જ નહીં, તે મુંબઈ ઇન્ડિયન્સ માટે પોતાના 6000 રન પૂરા કરવાની પણ સાવ નજીક પહોંચી ગયો છે.

કેવી રીતે તૂટ્યો ધોનીનો રેકોર્ડ?

મુંબઈ અને દિલ્હી વચ્ચે રમાયેલી રોમાંચક મેચમાં રોહિત શર્માએ શાનદાર બેટિંગ કરતા 26 બોલમાં 35 રન બનાવ્યા હતા. આ ઇનિંગ દરમિયાન તેના બેટમાંથી 5 ચોગ્ગા અને 1 આસમાની સિક્સર જોવા મળી હતી. બસ, તેને આ એક સિક્સરની જ જરૂર હતી! આ મેચ પહેલા રોહિત અને ધોની બંને દિલ્હી કેપિટલ્સ સામે 50-50 સિક્સર ફટકારીને બરાબરી પર હતા. પરંતુ આ 1 સિક્સ ફટકારતાની સાથે જ રોહિતના ખાતામાં દિલ્હી સામે 51 સિક્સર થઈ ગઈ છે અને તેણે 'થાલા' ધોનીને આ રેકોર્ડમાં પાછળ છોડી દીધો છે.

દિલ્હીના બોલરો સામે હિટમેનનો જાદુ

એવું લાગે છે કે રોહિતને દિલ્હી કેપિટલ્સના બોલરોને ધોવાની કંઈક અલગ જ મજા આવે છે. આંકડા પણ આ વાતની સાક્ષી પૂરે છે. આખી ટુર્નામેન્ટમાં દિલ્હી એ બે ટીમોમાંની એક છે જેની સામે હિટમેને IPL માં 1000 થી વધુ રનનો પહાડ ઊભો કર્યો છે. અત્યાર સુધીમાં રમાયેલી 38 મેચોમાં તેણે દિલ્હી સામે 1092 રન ઝૂડી કાઢ્યા છે.

યુનિવર્સ બોસ ક્રિસ ગેલ હજુ પણ છે 'નંબર વન'

જો આપણે દુનિયાભરના તમામ બેટ્સમેનોની વાત કરીએ, તો એક જ IPL ટીમ સામે સૌથી વધુ છગ્ગા મારવાનો ઓવરઓલ રેકોર્ડ તો હજુ પણ 'યુનિવર્સ બોસ' ક્રિસ ગેલના નામે જ છે. જોકે, રોહિત શર્મા હવે આ યાદીમાં શાનથી ત્રીજા નંબરે આવી ગયો છે.

એક જ ટીમ સામે સૌથી વધુ સિક્સર ફટકારનાર ટોપ-4 ખેલાડીઓ:

61 છગ્ગા - ક્રિસ ગેલ (વિરુદ્ધ પંજાબ કિંગ્સ)

54 છગ્ગા - ક્રિસ ગેલ (વિરુદ્ધ કોલકાતા નાઈટ રાઇડર્સ)

51 છગ્ગા - રોહિત શર્મા (વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સ)

50 છગ્ગા - એમએસ ધોની (વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સ)

વધુ એક મોટા માઈલસ્ટોનની નજીક

હિટમેન હવે વધુ એક મોટા રેકોર્ડના ઉંબરે ઊભો છે. મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમતા તેણે અત્યાર સુધીમાં 5989 રન બનાવી લીધા છે. તે ફ્રેન્ચાઈઝી માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી તો છે જ, પરંતુ હવે 6000 રનનો ઐતિહાસિક આંકડો પાર કરવાથી તે માત્ર 11 રન જ દૂર છે. આગામી મેચોમાં ચાહકોને આ રેકોર્ડ પણ તૂટતો જોવા મળી શકે છે.

Frequently Asked Questions

રોહિત શર્માએ IPL માં કોનો રેકોર્ડ તોડ્યો છે?

રોહિત શર્માએ IPL માં દિલ્હી કેપિટલ્સ સામે સૌથી વધુ છગ્ગા ફટકારીને મહેન્દ્ર સિંહ ધોનીનો રેકોર્ડ તોડ્યો છે.

દિલ્હી કેપિટલ્સ સામે રોહિત શર્માએ કેટલા છગ્ગા ફટકાર્યા છે?

રોહિત શર્માએ દિલ્હી કેપિટલ્સ સામે 51 છગ્ગા ફટકાર્યા છે, જે ધોનીના 50 છગ્ગા કરતાં એક વધુ છે.

IPL માં એક જ વિરોધી ટીમ સામે સૌથી વધુ છગ્ગા મારવાનો ઓવરઓલ રેકોર્ડ કોના નામે છે?

IPL માં એક જ વિરોધી ટીમ સામે સૌથી વધુ છગ્ગા મારવાનો ઓવરઓલ રેકોર્ડ ક્રિસ ગેલના નામે છે.

મુંબઈ ઇન્ડિયન્સ માટે રોહિત શર્મા કેટલા રન બનાવવાથી નજીક છે?

રોહિત શર્મા મુંબઈ ઇન્ડિયન્સ માટે 6000 રન બનાવવાથી માત્ર 11 રન દૂર છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
Embed widget