IPL 2022, RR vs KKR : રોમાંચક મુકાબલામાં રાજસ્થાને કોલકાતાને હરાવ્યું, ચહલની હેટ્રિક

IPLમાં આજે રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મુકાબલો છે. આ મેચ સાંજે 7.30 વાગ્યે બ્રેબોર્ન સ્ટેડિયમમમાં શરૂ થશે.

gujarati.abplive.com Last Updated: 18 Apr 2022 11:47 PM
રાજસ્થાન રોયલ્સની જીત

મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાઈ રહેલી IPL 2022ની 30મી મેચમાં રાજસ્થાન રોયલ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને  7 રનથી હરાવીને રોમાંચક જીત નોંધાવી છે. રાજસ્થાનની આ ચોથી જીત છે. આ સાથે જ KKRની આ ચોથી હાર છે. રાજસ્થાન રોયલ્સે પ્રથમ રમત રમીને 20 ઓવરમાં 5 વિકેટે 217 રન બનાવ્યા હતા. જવાબમાં કોલકાતાની ટીમ 19.4 ઓવરમાં 210 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.  17મી ઓવરમાં યુઝવેન્દ્ર ચહલે હેટ્રિક સહિત કુલ ચાર વિકેટ લઈને રાજસ્થાનની જીત નિશ્ચિત કરી હતી.

શ્રેયસ અય્યર રમતમાં

કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમે 149 રનમાં 4 વિકેટ ગુમાવી છે. હાલ શ્રેયસ અય્યર મેદાનમાં છે. 

ફિંચ 58 રન બનાવીને આઉટ

એરોન ફિંચ 58 રન બનાવીને આઉટ થયો છે.  શ્રેયસ અય્યરે શાનદાર ઈનિંગ રમતા અડધી સદી ફટકારી છે. 

કોલકાતાનો સ્કોર 100 રનને પાર

એરોન ફિંચે આક્રમક ઈનિંગ રમતા અડધી સદી ફટકારી છે. ફિંચ 57 રન બનાવી હાલ રમતમાં છે. જ્યારે શ્રેયસ અય્યર 40 રન બનાવી રમતમાં છે. કોલકાતાનો સ્કોર 8.3 ઓવરમાં 100 રનને પાર પહોંચી ગયો છે.

સુનિલ નરિન ખાતુ ખોલાવ્યા વગર આઉટ

કોલકાતા નાઈટ રાઈડર્સે લાગ્યો પ્રથમ ઝટકો. સુનિલ નરિન ખાતુ ખોલાવ્યા વગર આઉટ થયો છે. હાલ શ્રેયસ અય્યર અને ફિંચ મેદાનમાં છે. 

નાઈટ રાઈડર્સને જીતવા માટે 218 રનનો વિશાળ લક્ષ્યાંક

રાજસ્થાન રોયલ્સની ટીમે પ્રથમ બેટિંગ કરતા કોલકાતા નાઈટ રાઈડર્સને જીતવા માટે 218 રનનો વિશાળ લક્ષ્યાંક આપ્યો છે. રાજસ્થાન તરફથી શાનદાર ઈનિંગ રમતા બટલરે 103 રનની ઈનિંગ રમી હતી. પડ્ડીકલે 24 અને સંજૂ સેમસને 38 રન બનાવ્યા હતા. 

બટલર 103 રન બનાવીને આઉટ

જોસ બટલર 103 રન બનાવીને આઉટ થયો છે. રાજસ્થાનનો સ્કોર 19 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 199 રન થયો છે. રાજસ્થાન મજબૂત સ્થિતિમાં છે. 

બટલરે સદી ફટકારી

રાજસ્થાન રોયલ્સ તરફથી શાનદાર ઈનિંગ રમતા જોસ બટલરે સદી ફટકારી છે. રાજસ્થાનની ટીમે હાલ મજબૂત સ્થિતિમાં છે. 

સંજૂ સેમસન 38 રન બનાવીને આઉટ થયો

સંજૂ સેમસન 38 રન બનાવીને આઉટ થયો છે. રાજસ્થાનની ટીમને વધુ એક ઝટકો લાગ્યો છે. રાજસ્થાનનો સ્કોર 150 રનને પાર થયો છે. બટલર 91 રન બનાવી રમતમાં છે. 

રાજસ્થાન રોયલ્સનો સ્કોર 150 રનને પાર

રાજસ્થાન રોયલ્સનો સ્કોર 150 રનને પાર પહોંચી ગયો છે. રાજસ્થાનની ટીમે પ્રથમ બેટિંગ કરતા ખૂબ જ સરસ શરુઆત કરી હતી. બટલર સદી બનાવવાની નજીક પહોંચી ગયો છે. 

રાજસ્થાન રોયલ્સને પ્રથમ ઝટકો

રાજસ્થાન રોયલ્સને પ્રથમ ઝટકો લાગ્યો છે. પડિક્ક્લ 24 રન બનાવીને આઉટ થયો છે. જોસ બટલર શાનદાર બેટિંગ કરી રહ્યો છે. બટલર  74 રન બનાવી રમતમાં છે. સંજૂ સેમસન બેટિંગ કરવા આવ્યો છે. 

રાજસ્થાનની શાનદાર શરુઆત

રાજસ્થાન રોયલ્સની ટીમે પ્રથમ બેટિંગ કરતા શાનદાર શરુઆત કરી છે. આક્રમક ઈનિંગ કરતા બટલરે અડધી સદી ફટકારી છે. રાજસ્થાનની ટીમે 8 ઓવરમાં સ્કોર 80 રનને પાર કર્યો છે.

રાજસ્થાન રોયલ્સ પ્લેઈંગ ઈલેવન

રાજસ્થાન રોયલ્સ પ્લેઈંગ ઈલેવન- જોસ બટલર, દેવદત્ત પડિકલ, સંજુ સેમસન (કેપ્ટન અને વિકેટકીપર), કરુણ નાયર, શિમરોન હેટમાયર, રિયાન પરાગ, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, પ્રણંદન ક્રિષ્ના, ઓબેદ મેકકોય, યુઝવેન્દ્ર ચહલ.


 

કોલકાતા નાઈટ રાઈડર્સે ટોસ જીત્યો

કોલકાતા નાઈટ રાઈડર્સે ટોસ જીતી  પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. 

બ્રેકગ્રાઉન્ડ

IPLમાં આજે રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મુકાબલો છે. આ મેચ સાંજે 7.30 વાગ્યે બ્રેબોર્ન સ્ટેડિયમમમાં શરૂ થશે.  કોલકાતાએ અત્યાર સુધી 6 મેચમાં ત્રણ જીત નોંધાવી છે જ્યારે રાજસ્થાને 5 મેચમાં ત્રણ મેચ જીતી છે. જાણો આ મેચમાં બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન કઈ હોઈ શકે છે અને કઈ ટીમ જીતી શકે છે. રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની હેડ ટુ હેડ મેચમાં કેકેઆરનો હાથ ઉપર છે. અત્યાર સુધી કોલકાતાએ રાજસ્થાન સામે 13 મેચ જીતી છે. બીજી તરફ રાજસ્થાન રોયલ્સે 11 મેચ જીતી છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.