નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આ વખતે યુવા કેપ્ટનોની ટીમો ધૂમ મચાવી રહી છે, પ્રથમ રાઉન્ડમાં રાજસ્થાન રૉયલ્સે જબરદસ્ત પરફોર્મન્સ આપતા સળંગ બે મેચી જીતી લીધી છે. ગઇકાલે રોહિત શર્માની મુંબઇ સામે રમાયેલી રાજસ્થાનની મેચમાં એક એવી ઘટના ઘટી જે આઇપીએલમાં ઇતિહાસ બની જતા રહી ગઇ. ખરેખરમાં ભારતીય સ્પીનર યુજવેન્દ્ર ચહલ પોતાની પ્રથમ આઇપીએલ હેટ્રિક વિકેટ લેતા ચૂકી ગયો છે. તેણે ઈનિંગની 16મી ઓવરના 2 બોલમાં 2 વિકેટ લીધી હતી પરંતુ ત્યારપછી કરુણ નાયરની એક ભૂલના કારણે ચહલ હેટ્રિક ચૂકી ગયો છે.
ખરેખરમાં બન્યુ એમે કે બેટિંગમાં આવેલી મુંબઇની ટીમ રાજસ્થાન સાથે એકદમ નબળી પુરવાર થઇ હતી. 16 ઓવરમાં હેટ્રિક ચૂકની ઘટના ઘટી અને ચહલનુ રિએક્શન પણ જોવા જેવુ વીડિયોમાં કેદ થઇ ગયુ. આ રીતે રહી 16મી ઓવર, ચહલે પહેલો બૉલ લેગ બ્રેક બોલ પર ડેવિડને LBW કર્યો હતો. તે બેકફુટ પર જઈને બોલ ડિફેન્ડ કરવાનો પ્રયત્ન કરવા જતા મિસ કરી ગયો હતો. જેમાં સ્પિનથી માત ખાઈ જતા ચહલે વિકેટ પોતાના નામે કરી હતી. બીજો બૉલ ચહલે મિડલ સ્ટમ્પ પર ગુગલી બોલ ફેંક્યો હતો જેને ડેનિયલ સેમ્સ ઓન સાઈડ પર મારવા જતા બટલરના હાથે કેચઆઉટ થયો હતો. હવે ત્રીજો બૉલ જે હેટ્રિક માટે હતો, તેને ત્રીજા બૉલ ગુગલી નાંખ્યો અને એમ અશ્વિનને લગભગ આઉટ કરી જ લીધો હતો પરંતુ કરુણ નાયરે સ્લિપમાં સરળ કેચ છોડી દેતા તે હેટ્રિક ચૂકી ગયો હતો.
કરુણ નાયરે કેચ છોડ્યા બાદ યુજવેન્દ્ર ચહલનુ રિએક્શન જોવા જેવુ હતુ, યુઝવેન્દ્ર ચહલે જેવો બોલ ફેંક્યો અને મુરુગનની આઉટ સાઈડ એડ્જ વાગતા તે ખુશ થઈ ગયો હતો. તેને સેલિબ્રેશન કરવાનું પણ શરૂ કરી દીધું હતું. જોકે કરુણ નાયરે સ્લિપમાં સરળ કેચ છોડી દેતા ચહલ સ્તબ્ધ થઈ ગયો હતો. બે ઘડી તે કંઈ વિચારી પણ ન શક્યો અને ઉદાસ થઈને જર્સીમાં મોઢું છુપાવી બોલિંગ એન્ડ તરફ જવા લાગ્યો હતો.
આ પણ વાંચો.........
Home Loan લેવા પર ટેક્સમાં થાય છે મોટી બચત, જાણો ટેક્સ ડિડક્શના તમામ નિયમ
ગ્રીન વેજિટેબલ્સની સાથે આ ફૂડ ખાઇને સરળતાથી ઉતારો વજન, જાણો
Black foods : કાળા રંગના આ ફૂડને ડાયટમાં કરો સામેલ, હંમેશા હેલ્ધી રહેશો
Summer 2022 : ગરમીએ તોડ્યો 122 વર્ષનો રેકોર્ડ, જાણો ક્યાં નોંધાયું સૌથી વધુ તાપમાન