શોધખોળ કરો
Advertisement
ટીમ ઇન્ડિયા માટે રાહતના સમાચાર, વિન્ડિઝ સામે બીજી વનડે પહેલા મેદાન પર વાપસી કરશે આ સ્ટાર ખેલાડી!
બીસીસીઆઇના એક અધિકારીએ જણાવ્યું હતું કે બુમરાહ ટીમની સાથે પ્રેક્ટિસ કરશે.
નવી દિલ્હીઃ કમરની ઇજા બાદ રિબેબિલિટેશમાં લાગેલ ફાસ્ટ બોલર જસપ્રતી બુમરાહ વિન્ડિઝ વિરૂદ્ધ બીજી વનડે પહેલા નેટ પર ભારતીય ટીમ સાથે અભ્યાસ કરશે. બુમરાહ સ્ટ્રેસ ફ્રેક્ચરને કારણે આફ્રિકાની વિરૂદ્ધ ઘરેલુ સીરીઝની શરૂઆતથી ટીમથી બહાર ચાલી રહ્યા છે. ટીમ મેનેજમેન્ટને આશા છે કે આગામી વર્ષે ન્યૂઝીલેન્ડ પ્રવાસ હેલા તે ફિટ થઈ જશે. વિન્ડિઝ વિરૂદ્ધ બીજી વનડે 18 ડિસેમ્બરે રમાશે.
બીસીસીઆઇના એક અધિકારીએ જણાવ્યું હતું કે બુમરાહ ટીમની સાથે પ્રેક્ટિસ કરશે. ટીમ મેનેજમેન્ટે ભુવનેશ્વર કુમારની પણ ફિટનેસ ઇન્દોર ખાતે બાંગ્લાદેશ સામેની ટેસ્ટ પહેલાં ચકાસી હતી. જોકે તે ટીમનો સભ્ય નહોતો. આ રીતે બુમરાહની ફિટનેસ ટેસ્ટ પણ લેવાશે.
અધિકારીએ જણાવ્યું હતું કે જો કોઈ ખેલાડી ફિટ થઈ જાય છે ત્યારે ટીમ મેનેજમેન્ટ, ફિઝિયો તથા ટ્રેનર નેટ પ્રેક્ટિસમાં તેની ફિટનેસની ચકાસણી કરે છે. બુમરાહ અને હાર્દિક પંડયા આઇપીએલમાં મુંબઇ ઇન્ડિયન્સ માટે રમે છે અને મુંબઇના બીકેસી મેદાન ખાતે તેમનું રિહેબિલિટેશન ચાલી રહ્યું છે. બુમરાહને મેચ પ્રેક્ટિસ મળી રહે તે માટે ભારત-એ ટીમ સાથે ન્યૂઝીલેન્ડ મોકલવામાં આવે તેવી સંભાવના છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
બિઝનેસ
ટેકનોલોજી
ટેકનોલોજી
Advertisement