ઉપલબ્ધિઓઃ 2012માં પદ્મશ્રીથી સન્માનિત થનારા દેશના પ્રથમ પેરાલિમ્પિક ખેલાડી બન્યા. દેવેન્દ્રએ 20113માં ફ્રાન્સના લિયોનમાં આયોજિત આઈપીસી એથલેટિક્સ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો. 2014માં દક્ષિણ કોરિયામાં આયોજિત એશિયનપેરા ગેમ્સ અને 2015ની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં તેમણે સિલ્વર મેડલ મેળવ્યો હતો. 2014માં ફિક્કી પેરા-સ્પોર્ટ્સપર્સન ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવ્યા.
2/5
તેની સાથે જ તે મુરલીકાંત પેટકર બાદ પેરાલિમ્પિકમાં ગોલ્ડ જીતનાર બીજા ભારતીય ખેલાડી બની ગયા. મુરલીકાંતે 1972માં જર્મનીની હીડલબર્ગ પેરાલિમ્પિકમાં 50 મીટર ફ્રીસ્ટાઈલ સ્વિમીંગમાં ગોલ્ડ જીત્યો હતો. આ ઉપલબ્ધિ માટે એ જ વર્ષે દેવેન્દ્રને અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો હતો.
3/5
વર્લ્ડ રેકોર્ડઃ 2002માં દેવેન્દ્રએ કોરિયામાં આયોજિત આઠમી એફઈએસપીઆઈસી રમતમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. 2004માં પ્રથમ વખત એથેન્સ પેરાલિમ્પિક રમત માટે ક્વોલીફાઈકર્યું. તે ગેમમાં તેમણે જૂનો 59.77 મીટરનો વર્લ્ડ રેકોર્ડ તોડીને 62.15 મીટર જેવલિન થ્રોનો નવો રેકોર્ડ બનાવ્યો.
4/5
રાજસ્થાનના ચુરુ જિલ્લામાંથી આવતા દેવેનદ્ર જ્યારે આઠ વર્ષના હતા ત્યારે ઝાડ પર ચડવા દરમિયાન એક ઇલેક્ટ્રિક કેબલમાંથી કરન્ટ લાગ્યો હતો. સારવાર દરમિયાન તેમનો જીવ બચાવવા માટે ડોક્ટરોએ તેનો એક હાથ કાપવો પડ્યો હતો. 1997માં શાળામાં રમત દરમિયાન દ્રોણાચાર્ય પુરસ્કાર વિજેતા આરડી સિંહની નજર દેવેન્દ્ર પર પડી. તેમને દેવેન્દ્રમાં સંભાવનાઓ જોવા મળી અને ત્યારથી તેઓ તેના કોચ બની ગયા.
5/5
નવી દિલ્હીઃ રિયો પેલાલિમ્પિકમાં વર્લ્ડ રેકોર્ડ બનાવતા ગોલ્ડ મેડલ જીતનાર દેવેન્દ્ર ઝઝાડિયા (36) જેવલન થ્રોની એફ46 સ્પર્ધામાં ભાગ લે છે. તે 2004માં એથેન્સમાં આ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યા હતા. આ રીતે પેરાલિમ્પિક રમતમાં બે ગોલ્ડ મેળવનાર તે પ્રથમ ભારતીય ખેલાડી બની ગયા છે. જેવલિન થ્રોમાં હાલમાં વિશ્વ રેન્કિંગમાં તે ત્રીજા નંબર પર છે.