શોધખોળ કરો
Advertisement
વર્લ્ડકપ પહેલા ઓસ્ટ્રેલિયાને લાગ્યો મોટો ફટકો, આ ખેલાડી થયો બહાર, જાણો વિગત
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ બુધવારે કહ્યું કે, કેન રિચર્ડસનને ઇજાગ્રસ્ત જાઇ રિચર્ડસનના સ્થાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
સિડનીઃ વર્લ્ડકપ પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમનો મોટો ફટકો લાગ્યો છે. ટીમનો ફાસ્ટબોલર જાઇ રિચર્ડસન ઇજાગ્રસ્ત થવાના કારણે 30 મેથી ઇંગ્લેન્ડમાં શરૂ થતાં વર્લ્ડકપમાંથી બહાર થઈ ગયો છે. રિચર્ડસનને માર્ચમાં પાકિસ્તાન સામેની વન ડે શ્રેણી દરમિયાન ઈજા થઈ હતી, જેમાંથી તે મુક્ત થઈ શક્યો નથી. તેણે ભારત સામે શાનદાર પ્રદર્શન કરતાં પાંચ વન ડે મેચની સીરિઝમાં સાત વિકેટ લીધી હતી.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ બુધવારે કહ્યું કે, કેન રિચર્ડસનને ઇજાગ્રસ્ત જાઇ રિચર્ડસનના સ્થાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયાની ટીમના ફિઝિયોથેરાપિસ્ટ ડેવિડ બીકલે જણાવ્યું, નેટમાં બોલિંગ અને નિરીક્ષણ કર્યા બાદ જાઈ પહેલા જેટલી ઝડપથી અને સારી બોલિંગ કરી શકતો નહોતો., જેના કારણે પસંદગીકર્તાઓ સાથે વાત કર્યા બાદ તેને ટીમમાંથી બહાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
બીકલે કહ્યું, જાઇ તેની ઇજામાંથી મુક્ત થવાની કોશિશ ચાલુ રાખશે અને આગામી સપ્તાહોમાં ફરીથી બોલિંગ શરૂ કરશે. તે ઓસ્ટ્રેલિયા-એના ઇગ્લેન્ડ પ્રવાસ પહેલા ફિટ થઇ જશે તેવી આશા છે.Jhye Richardson has been withdrawn from Australia’s World Cup Squad. Full statement here: https://t.co/hMuOCUQ5gz pic.twitter.com/7gH1r0Sykd
— Cricket Australia (@CricketAus) May 8, 2019
વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયા બ્રિસ્ટલમાં અફઘાનિસ્તાન સામે 1 જૂને મેચ રમીને અભિયાનનો પ્રારંભ કરશે. રાબડી દેવીએ PM મોદીને જલ્લાદ ગણાવી શું કહ્યું ? જાણો વિગત વર્લ્ડકપની ટીમમાં સામેલ કેદાર જાધવની ઈજાને લઈ આવ્યા મોટા સમાચાર, જાણો વિગત બાલાકોટ એર સ્ટ્રાઇકમાં 130 આતંકીઓના મોત થયા હોવાનો ઈટાલીના પત્રકારે દાવો કરી શું કહ્યું, જાણો વિગત ગુજરાતમાં ક્યારે ત્રાટકી શકે છે વાવાઝોડું? હવામાન વિભાગે શું કરી આગાહી? જુઓ વીડિયોRichardson out, Richardson in!
Kane is included in 🇦🇺's #CWC19 squad in place of the injured Jhye. https://t.co/HHarXA3ieN — ICC (@ICC) May 8, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
Advertisement