શોધખોળ કરો
Advertisement
ઓસ્ટ્રેલિયાનો કૉચ લેન્ગર કયા ભારતીયની બેટિંગ જોઇને ગદગદ થઇ ગયો, ને પછી કયા દિગ્ગજ સાથે કરી દીધી સરખામણી, જાણો વિગતે
ભારતના પ્રદર્શનથી ઓસ્ટ્રેલિયન કૉચ જસ્ટીન લેન્ગરે ખુશ થયો છે, લેન્ગર ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના ઓસ્ટ્રેલિયામાં પ્રદર્શન પર ગદગદ થઇ ગયો છે
નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હાલમાં ત્રણ મેચોની ટી20 સીરીઝ ચાલી રહી છે. ભારત સીરીઝમાં 2-0થી લીડ બનાવી ચૂક્યુ છે. ત્યારે ભારતના પ્રદર્શનથી ઓસ્ટ્રેલિયન કૉચ જસ્ટીન લેન્ગરે ખુશ થયો છે, લેન્ગર ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના ઓસ્ટ્રેલિયામાં પ્રદર્શન પર ગદગદ થઇ ગયો છે.
સિડનીની બીજી ટી20માં હાર્દિક પંડ્યાએ રમેલી આક્રમક અને મેચ જીતાઉ ઇનિંગથી લેન્ગર ઇમ્પ્રેસ થયો છે. પંડ્યાએ મેચમાં 22 બૉલમાં 42 રનની ઇનિંગ રમીને ટીમ ઇન્ડિયાને મેચ સાથે સીરીઝ જીતાડી આપી હતી. લેન્ગરે પાંડ્યાના પ્રદર્શનને અવિશ્વસનીય પ્રદર્શન ગણાવતા પ્રસંશા કરી, અને તેની સરખામણી પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સાથે કરી દીધી.
લેન્ગરે મેચ બાદ વર્ચ્ચૂઅલ પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું કે, આ ગેમનું અવિશ્વસનીય પ્રદર્શન હતુ, અમે જાણીએ છીએ કે પંડ્યા કેટલો ખતરનાક છે. પહેલા ધોની હતો અને આજે પંડ્યાએ વાસ્તવમાં સારી રમત રમી છે. આ એક ગ્રેટ ઇનિંગ હતી.
ઓસ્ટ્રેલિયન કૉચ લેન્ગરે આગળ કહ્યું- આખી મેચ એક સમયે અમારી બહુ નજીક હતી, અમારી ફિલ્ડિંગ સારી હતી. પરંતુ ટીમ ઇન્ડિયાના અનુભવી ટી20 ખેલાડીઓએ અમારાથી સારુ કરી બતાવ્યુ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
આરોગ્ય
Advertisement