મુંબઈઃ ક્રિકેટના મહાકુંભ સમાન ઈન્ડિયન પ્રીમિયર લીગની સીઝન 11નો 7 એપ્રિલથી પ્રારંભ થશે. મુંબઈના વાનેખેડે સ્ટેડિયમમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ અને બે વર્ષના પ્રતિબંધ બાદ પુનરાગમન કરી રહેલી ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે પ્રથણ મુકાબલો રમાશે. આ ઉપરાંત IPL -11ની ફાઇનલ પણ મુંબઈમાં જ રમાશે.આઈપીએલ 11ની કુલ 60 મેચ પૈકી 48 મેચ રાતે અને 12 મેચ દિવસે રમાશે. દિવસની મેચ સાંજે 4 વાગે અને રાતની મેચ 8 વાગ્યાથી શરૂ થશે.