શોધખોળ કરો

ધોનીના સમર્થનમાં આવ્યા આ દિગ્ગજ ખેલાડી, કહ્યું- ‘જે લોકો બુટની દોરી પણ બાંધી નથી શકતા તે ધોની પર બોલી રહ્યા છે’

રવિ શાસ્ત્રીએ કહ્યું હતું કે પહેલા એ જોવાની જરુર છે કે તેણે દેશ માટે કેવી ઉપલબ્ધિઓ મેળવી છે.

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની નિવૃત્તીની સલાહ આપનારા લોકો પર ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ રવિ શાસ્ત્રી ભડક્યા છે. શાસ્ત્રીએ કહ્યું કે, જે લોકો ધોનીની ટીકા કરી રહ્યા છે અને તેના ક્રિકેટના ભવિષ્યને લઈને સવાલ ઉઠાવી રહ્યા છે અને ધોની પર ટિપ્પણી કરી રહ્યા છે તે લોકો પોતાના બુટની દોરી પણ બાંધી શકતા નથી અને તે ધોનીના ભવિષ્યને લઈને નિવેદન આપી રહ્યા છે. એક ઇન્ટરવ્યૂમાં રવિ શાસ્ત્રીએ કહ્યું હતું કે પહેલા એ જોવાની જરુર છે કે તેણે દેશ માટે કેવી ઉપલબ્ધિઓ મેળવી છે. મને સમજાતું નથી કે લોકોને આટલી કેમ ઉતાવળ છે કે ધોની જલ્દી નિવૃત્તિ લઇ લે. ભારતીય કોચે કહ્યું હતું કે કદાચ લોકો પાસે વાત કરવા માટે કોઈ મુદ્દો બચ્યો નથી. ધોનીને જાણનારા આ સારી રીતે જાણે છે કે તે જલ્દી ક્રિકેટથી દૂર થઈ જશે. શાસ્ત્રીએ કહ્યું હતું કે જે વાત જ્યારે થવાની છે તેને ત્યારે જ થવા દો. શાસ્ત્રીએ કહ્યું હતું કે ધોની પ્રત્યે નિવેદન કરવું તેના પ્રત્યે અસન્માનની ભાવના રાખવા જેવું છે. 15 વર્ષ દેશ માટે રમનાર ખેલાડીને ખબર છે કે ક્યારે શું કરવું યોગ્ય છે. જ્યારે ધોનીએ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કર્યું હતું તો તેણે કહ્યું હતું કે રિદ્ધિમાન સાહાને કીપિંગ ગ્લવ્ઝ સોંપવાનો યોગ્ય સમય આવી ગયો છે. જ્યારે પણ ટીમની વાત આવે છે તે હંમેશા પોતાની યોજના અને વિચાર રાખે છે. ધોનીએ પોતાની રમતથી એ અધિકાર મેળવ્યા છે કે તે જાતે નિર્ણય લઈ શકે કે તેને ક્યારે નિવૃત્તિ લેવાની છે.

ટોપ સ્ટોરી

હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 

વિડિઓઝ

Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
Embed widget