મેસી ફિફા વર્લ્ડ કપમાં સતત 7 મેચોમાં ગોલ કરનારો પ્રથમ ફૂટબોલર બન્યો છે. તેણે બ્રાઝિલના જૈરજિન્હો અને ફ્રાન્સના જસ્ટ ફોન્ટેનના 6 મેચના રેકોર્ડને તોડ્યો છે.
Messi World Record: લિયોનેલ મેસીના નામે વધુ એક વર્લ્ડ રેકોર્ડ, આવું પરાક્રમ કરનાર દુનિયાનો પ્રથમ ફૂટબોલર બન્યો
Messi World Record: આર્જેન્ટિનાના કેપ્ટન લિયોનેલ મેસીએ જોર્ડન સામેની મેચમાં ગોલ કરીને એક એવી સિદ્ધિ મેળવી છે, જે આજ સુધી દુનિયાનો કોઈ પણ ફૂટબોલર કરી શક્યો નથી. હવે નોકઆઉટ સ્ટેજમાં આર્જેન્ટિનાનો મુકાબલો કેપ વર્ડે (Cape Verde) સામે શનિવાર, 4 જુલાઈએ થશે.

- આર્જેન્ટિનાએ જોર્ડનને હરાવ્યું, મેસીએ વિશ્વ વિક્રમ સર્જ્યો.
- તેણે વર્લ્ડ કપમાં સતત સાત મેચોમાં ગોલ કર્યા.
- મેસી 19 ગોલ સાથે વર્લ્ડ કપનો સર્વોચ્ચ સ્કોરર.
Lionel Messi World Record: ફિફા વર્લ્ડ કપ 2026 (FIFA World Cup 2026) નો ગ્રુપ સ્ટેજ સમાપ્ત થઈ ગયો છે અને નોકઆઉટ સ્ટેજ (રાઉન્ડ ઓફ 32) માટેની તમામ ટીમો કન્ફર્મ થઈ ગઈ છે. રવિવારે રમાયેલી ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચમાં આર્જેન્ટિનાએ જોર્ડનને 3-1 થી હરાવ્યું હતું. આ મેચમાં આર્જેન્ટિનાના સુપરસ્ટાર ખેલાડી લિયોનેલ મેસીએ ટીમ માટે ત્રીજો ગોલ કર્યો હતો, જેની સાથે જ તેણે ફૂટબોલ ઈતિહાસમાં એક નવો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.
આર્જેન્ટિનાના કેપ્ટન લિયોનેલ મેસીએ જોર્ડન સામેની મેચમાં ગોલ કરીને એક એવી સિદ્ધિ મેળવી છે, જે આજ સુધી દુનિયાનો કોઈ પણ ફૂટબોલર કરી શક્યો નથી. હવે નોકઆઉટ સ્ટેજમાં આર્જેન્ટિનાનો મુકાબલો કેપ વર્ડે (Cape Verde) સામે શનિવાર, 4 જુલાઈએ થશે.
મેસીના નામે અદ્ભુત વર્લ્ડ રેકોર્ડ
જોર્ડન સામેની આ મેચમાં પહેલા હાફની સમાપ્તિ પર આર્જેન્ટિના 2-0 થી આગળ હતું. મેચની 19મી મિનિટે પહેલો ગોલ ગિઓવાની લો સેલ્સોએ અને 31મી મિનિટે લૌતારો માર્ટિનેઝે કર્યો હતો. બીજા હાફમાં જોર્ડન તરફથી એકમાત્ર ગોલ મૂસા અલ-તામરીએ 55મી મિનિટે કર્યો હતો. ત્યારબાદ મેચની 80મી મિનિટે લિયોનેલ મેસીએ એક શાનદાર ફ્રી-કિક દ્વારા ગોલ કરીને ઈતિહાસ રચી દીધો હતો.
Only one GOAT 🐐 🇦🇷
— CyberSpectre 🪐|| Software Dev👨🏿💻🇦🇷 (@joel_udoji) June 28, 2026
Lionel Messi with a Great Freekick 🏅🏆 pic.twitter.com/cHJ1jOKcuc
લિયોનેલ મેસી દુનિયાનો પ્રથમ એવો ફૂટબોલર બની ગયો છે જેણે ફિફા વર્લ્ડ કપમાં સતત 7 મેચોમાં ગોલ કર્યા હોય. આ મામલામાં તેણે બ્રાઝિલના જૈરજિન્હો (Jairzinho) અને ફ્રાન્સના જસ્ટ ફોન્ટેન (Just Fontaine) ના સતત 6 વર્લ્ડ કપ મેચોમાં ગોલ કરવાના રેકોર્ડને પાછળ છોડી દીધો છે.
2022 થી શરૂ થઈ હતી આ ગોલ સ્કોરિંગ સ્ટ્રીક
વર્ષ 2022 ના વર્લ્ડ કપની નોકઆઉટ મેચોથી શરૂ થયેલી મેસીની આ ગોલ કરવાની સફર 2026 ના વર્લ્ડ કપમાં પણ સતત ચાલુ છે. તેણે આ વર્લ્ડ કપની પહેલી જ મેચમાં અલ્જીરિયા સામે હેટ્રિક ફટકારી હતી અને ત્યારબાદ ઓસ્ટ્રિયા સામે પણ બે ગોલ કર્યા હતા. જોર્ડન સામેના આ ગોલ સાથે હવે તે ફિફા વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી વધુ (19 ગોલ) કરનારો ખેલાડી પણ બની ગયો છે.
Frequently Asked Questions
લિયોનેલ મેસીએ ફિફા વર્લ્ડ કપમાં કયો નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે?
ફિફા વર્લ્ડ કપમાં લિયોનેલ મેસીના કુલ કેટલા ગોલ છે?
જોર્ડન સામેના ગોલ સાથે લિયોનેલ મેસી હવે ફિફા વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી વધુ (19) ગોલ કરનારો ખેલાડી બની ગયો છે.
નોકઆઉટ સ્ટેજમાં આર્જેન્ટિનાનો મુકાબલો કઈ ટીમ સામે છે?
નોકઆઉટ સ્ટેજમાં આર્જેન્ટિનાનો મુકાબલો કેપ વર્ડે (Cape Verde) સામે શનિવાર, 4 જુલાઈએ થશે.






















