શોધખોળ કરો
Advertisement
INDvsAUS: મનીષ પાંડેએ છલાંગ લગાવીને પકડ્યો વોર્નરનો કેચ, વીડિયો થયો વાયરલ
મનીષ પાંડેએ ડેવિડ વોર્નરનો શાનદાર કેચ પકડ્યો હતો. મનીષ પાંડેએ એક હાથે વોર્નરનો શાનદાર કેચ પકડ્યો હતો.
રાજકોટ: ભારતીય બેટ્સમેન મનીષ પાંડેએ રાજકોટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી વન-ડે મેચમાં ફિલ્ડર તરીકે સારુ પ્રદર્શન કર્યું હતું. મનીષ પાંડેએ ડેવિડ વોર્નરનો શાનદાર કેચ પકડ્યો હતો. મનીષ પાંડેએ એક હાથે વોર્નરનો શાનદાર કેચ પકડ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે.
વોર્નરે મોહમ્મદ શમીની બોલિંગમાં આક્રમક દેખાઇ રહ્યો હતો. તેણે શમીની ઓવરની પહેલી બોલમાં એક ચોક્કો ફટકારી પોતાનો ઇરાદો સ્પષ્ટ કરી દીધો હતો. ત્યારબાદની બોલમાં તેણે એકવાર ફરી તોફાની શોટ મારી ચોક્કો મેળવવાનો પ્રયત્ન કર્યો પરંતુ મનીષ પાંડેએ હવામાં કૂદીને તેનો અદભૂત કેચ કર્યો હતો. રવિન્દ્ર જાડેજા પણ મનીષનાં કેચથી સ્તબ્ધ થઈ ગયો હતો અને તેની ટીમનાં સાથી પાસે આવીને તેને હવામાં ઉંચકી લીધો હતો. ઓસ્ટ્રેલિયા સામેની બીજી વનડેમાં ટીમ ઈન્ડિયાનો 36 રને વિજય થયો હતો. 341 રનના ટાર્ગેટ સામે ઓસ્ટ્રેલિયા 49.1 ઓવરમાં 304 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ સીરિઝ 1-1થી બરોબરી કરી હતી.Stretch and Catch it like @im_manishpandey He goes full stretch to pluck a one-handed stunner to dismiss Warner. #TeamIndia #INDvAUS Full video - https://t.co/UQ1Vm8KoGZ pic.twitter.com/QFyMzZSfut
— BCCI (@BCCI) January 17, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement