શોધખોળ કરો

આ ક્રિકેટરે પોતાની વકીલ સાથે જ કરી લીધા લગ્ન, જેલમાં સજા ભોગવવા દરમિયાન થયો હતો પ્રેમ

કેસની સુનાવણી દરમિયાન બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. જે બાદમાં બંનેએ લગ્ન કરી લીધા હતા. જોકે, એ સમય બંનેએ કોઈને આ અંગે જણાવ્યું ન હતું.

નવી દિલ્હીઃ અત્યાર સુધી તમે ક્રિકેટરની અનેક અનોખી પ્રેમ કહાનીઓ સાંભળી હશે, પરંતુ જે કહાની પાકિસ્તાની ક્રિકેટરની છે તે થોડી અચરજ ભરી છે, જેની કોઈએ સપનામાં પણ કલ્પના કરી નહીં હોય. આ કહાનીનો નાયક છે ક્રિકેટર અને નાયિકા વકીલ. ક્રિકેટરનો કેસ લડતા લડતા વકીલને એ એટલો પસંદ આવ્યો કે તેની સાથે જ લગ્ન કરી લીધા. આ અજીબોગરીબ પ્રેમ કહાની પાકિસ્તાનના જાણીતા ક્રિકેટર મોહમ્મદ આમિરની છે. આમિર ઇંગ્લેન્ડમાં જ્યારે મેચ ફિક્સિંગના આરોપમાં સજા ભોગવી રહ્યો હતો ત્યારે તને પોતાની વકીલ સાથે જ પ્રેમ થઈ ગયો. ઇંગ્લેન્ડમાં 2010માં મેચ ફિક્સિંગ વિવાદમાં ફસાવાને કારણે કેસની સુનાવણી ચાલી રહી હતી. ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ટેસ્ટ મેચમાં મોહમ્મદ આમિર અને મોહમ્મદ આસિફે તત્કાલીન કેપ્ટન સલમાન બટ્ટના કહેવા પર જાણીજોઈને નો બોલ ફેંક્યો હતો. આઈસીસીએ આમિર પર 5 વર્ષનો પ્રતિબંધ લગાવ્યો હતો. આમિરનો કેસ પાકિસ્તાની મૂળની વકીલ નરજિસ લડી રહી હતી. આ ક્રિકેટરે પોતાની વકીલ સાથે જ કરી લીધા લગ્ન, જેલમાં સજા ભોગવવા દરમિયાન થયો હતો પ્રેમ આ કેસની સુનાવણી દરમિયાન બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. જે બાદમાં બંનેએ લગ્ન કરી લીધા હતા. જોકે, એ સમય બંનેએ કોઈને આ અંગે જણાવ્યું ન હતું. આમિરના મુશ્કેલ સમયમાં તેણી તેની સાથે જ હતી. જેલમાં સજા ભોગવ્યા પછી આમિર પાકિસ્તાન આવ્યો હતો અને વર્ષ 2014ના વર્ષમાં રીત-રિવાજ પ્રમાણે લગ્ન કર્યા હતા. મોહમ્મદ આમિરે 17 વર્ષની ઉંમરમાં પાકિસ્તાન ક્રિકેટમાં પોતાની ઓળખ બનાવી હતી. તે પોતાની સ્પિડ માટે જાણીતો હતો. વર્ષ 2009માં આમિરને પાકિસ્તાનની રાષ્ટ્રીય ટીમમાં મોકો મળ્યો હતો. જોકે, તેના એક વર્ષ બાદ જ ઇંગ્લેન્ડ વિરુદ્ધ મેચ દરમિયાન સ્પૉટ ફિક્સિંગને કારણે તેના પર પાંચ વર્ષનો પ્રતિબંધ લાગી ગયો હતો. વર્ષ 2015માં તેણે ક્રિકેટની દુનિયામાં વાપસી કરી હતી. વર્ષ 2017માં ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં આમિરે ભારત વિરુદ્ધ અદભૂત પ્રદર્શન કરીને પાકિસ્તાનને ખિતાબ જીતાવવામાં મદદ કરી. થોડા સમય પહેલા જ તેણે ક્રિકેટમાંથી નિવૃત્તી લીધી છે.

ટોપ સ્ટોરી

ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાંથી બહાર જસપ્રીત બુમરાહ! જાણો કેમ લેવાયો નિર્ણય
ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાંથી બહાર જસપ્રીત બુમરાહ! જાણો કેમ લેવાયો નિર્ણય
અભિષેક શર્મા બન્યો વર્લ્ડ નંબર-1, દુનિયામાં સૌથી વધુ સિક્સર ફટકારનાર બેટ્સમેન
અભિષેક શર્મા બન્યો વર્લ્ડ નંબર-1, દુનિયામાં સૌથી વધુ સિક્સર ફટકારનાર બેટ્સમેન
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાંથી બહાર જસપ્રીત બુમરાહ! જાણો કેમ લેવાયો નિર્ણય
ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાંથી બહાર જસપ્રીત બુમરાહ! જાણો કેમ લેવાયો નિર્ણય
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
નોકરીયાત વર્ગ માટે ખુશખબર! દેશમાં 9.1% વધશે કર્મચારીઓનો પગાર, નવા રિપોર્ટમાં ખુલાસો
નોકરીયાત વર્ગ માટે ખુશખબર! દેશમાં 9.1% વધશે કર્મચારીઓનો પગાર, નવા રિપોર્ટમાં ખુલાસો
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
Embed widget