શોધખોળ કરો

પાકિસ્તાની બોલર આમિરને કોણે લાફો મારતાં તેણે સ્પોટ ફિક્સિગં કર્યાની કરી હતી કબૂલાત ?

પાકિસ્તાની ક્રિકેટની છબિ ખરાબ કરનારી આ ઘટનાનો ઉલ્લેખ રઝાકે જીએનએ ચેનલને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કર્યો હતો

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના પૂર્વ ઓલરાઉન્ડર અબ્દુલ રઝાકે પાકિસ્તાની ટીમમાં થયેલા સ્પોર્ટ્સ ફિક્સિંગ સંબંધિત એક સનસનીખેજ દાવો કર્યો છે. પાકિસ્તાનના ઓલરાઉન્ડર અબ્દુલ રઝાકે દાવો કર્યો હતો કે, વન-ડે ટીમના તત્કાલિન કેપ્ટન શાહિદ આફ્રિદીએ થપ્પડ માર્યા બાદ ઝડપી બોલર મોહમ્મદ આમિરે સ્પોર્ટ્સ ફિક્સમાં સંડોવાયેલો હોવાની કબૂલાત કરી હતી જ્યારે ઓપનિંગ બેટ્સમેન સલમાન બટ્ટ 2011માં ઇગ્લેન્ડ પ્રવાસ અગાઉ જ આ પ્રકારના ભ્રષ્ટાચારમાં સામેલ હતા. પાકિસ્તાની ક્રિકેટની છબિ ખરાબ કરનારી આ ઘટનાનો ઉલ્લેખ રઝાકે જીએનએ ચેનલને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કર્યો હતો. રઝાકે કહ્યું કે, આફ્રિદીએ મને રૂમની બહાર જવા કહ્યુ અને થોડીવારમાં મેં થપ્પડનો અવાજ સાંભળ્યો હતો. બાદમાં મોહમ્મદ આમિરે તમામ સચ્ચાઇ જણાવી હતી. રઝાકે આ પ્રકારની સ્થિતિ માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને જવાબદાર ગણાવ્યુ હતું. રઝાકે કહ્યું કે, પીસીબી પોતાની કાર્યકુશળતા સાબિત કરવામાં આઇસીસી પાસે જાય છે પરંતુ જાતે જ આ ત્રણ ખેલાડીઓ સાથે વાત કરીને તેમને ઘરે પાછા મોકલી દેવા જોઇતા હતા અથવા એક વર્ષ કે તેનાથી વધુ વર્ષ સુધી પ્રતિબંધ લગાવી દેવો જોઇતો હતો. એવું નહી કરીને પીસીબીએ આખી દુનિયામાં પાકિસ્તાની ક્રિકેટની છબિને ખરાબ કરી છે. રઝાકે દાવો કર્યો હતો કે સલમાન બટ ઇગ્લેન્ડની ઘટના અગાઉ જાણીજોઇને આઉટ થઇ રહ્યો હતો. મે મારી ચિંતાઓન જાણ આફ્રિદીને કરી હતી પરંતુ તેમણે કહ્યું હતું કે, આ મારો વહેમ છે બીજું કાંઇ નથી. પરંતુ વેસ્ટ ઇન્ડિઝમાં ટી-20 વર્લ્ડકપ દરમિયાન જ્યારે હું સલમાન બટ સાથે બેટિંગ કરી રહ્યો હતો ત્યારે મને વિશ્વાસ હતો કે તે જાણીજોઇને ખરાબ પ્રદર્શન કરી રહ્યો હતો. નોંધનીય છે કે સલમાન બટ, આમિર અને મોહમ્મદ આસિફને ફિક્સિંગમા દોષી ઠેરવ્યા બાદ 2011માં આઇસીસીએ પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હતા. ત્રણેય ખેલાડીઓએ સજા ભોગવી દીધી છે અને વાપસી પણ કરી છે. પરંતુ આમિરને જ નેશનલ ટીમમાં સ્થાન મળ્યું છે. આમિર વર્લ્ડકપનો પણ હિસ્સો છે અને શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BCCI લાવ્યું ક્રિકેટના 7 નવા નિયમો; આગામી સિઝનથી કોચથી લઈને કીપર સુધી બધું જ બદલાશે!
BCCI લાવ્યું ક્રિકેટના 7 નવા નિયમો; આગામી સિઝનથી કોચથી લઈને કીપર સુધી બધું જ બદલાશે!
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
લોર્ડ્સમાં ભારતની હારના 2 મોટા કારણો, ગંભીરના એક નિર્ણયે જીતેલી મેચ છીનવી લીધી
લોર્ડ્સમાં ભારતની હારના 2 મોટા કારણો, ગંભીરના એક નિર્ણયે જીતેલી મેચ છીનવી લીધી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
Embed widget