શોધખોળ કરો
Advertisement
MS ધોની માત્ર ક્રિકેટ જ નહીં આ રમતમાં પણ છે માહિર? કયા ખેલાડીને માત આપી? જાણો વિગત
આ વીડિયો ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ફ્રેન્ચાઈઝી ચેન્નઈ સુપરકિંગ્સ (CSK)એ તેના સોશિયલ પેજ પર પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં ધોની સીએસકેના અન્ય ખેલાડી બ્રાવો સાથે ટેબિલ ટેનિસ રમતા જોવા મળ્યો હતો.
નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહનું નામ જ્યારે પણ નામ લેવામાં આવે છે ત્યારે લાંબા છગ્ગા અને વિકેટ પાછળ ચિત્તાની ઝડપથી સ્ટપિંગની યાદ અપાવે છે. મહેન્દ્રસિંહ ધોની ક્રિકેટમાં તો માહેર છે જ પરંતુ સાથે-સાથે અન્ય રમતોમાં પણ તે અવ્વલ છે. જેનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
આ વીડિયો ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ફ્રેન્ચાઈઝી ચેન્નઈ સુપરકિંગ્સ (CSK)એ તેના સોશિયલ પેજ પર પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં ધોની સીએસકેના અન્ય ખેલાડી બ્રાવો સાથે ટેબિલ ટેનિસ રમતા જોવા મળ્યો હતો. વીડિયોમાં ધોની જોરદાર પ્રહાર કરી બ્રાવોને માત આપી રહ્યો હતો. ધોનીનો આ વીડિયો તેના ચાહકોને બહુ જ પસંદ આવ્યો છે.
આ વીડિયો માર્ચ 2019નો છે. જેમાં ધોની ઓલરાઉન્ડર બ્રાવો સાથે ટેબલ ટેનિસ રમતા જોવા મળ્યો હતો. આ વીડિયોમાં ધોની એક-બે શોટ રમ્યા બાદ બેકહેન્ડ શોટ મારતાં બ્રાવોને આશ્ચર્યમાં મૂકે છે. વીડિયોમાં ધોનીએ શર્ટ-પેન્ટમાં જોવા મળ્યો હતો. જ્યારે બ્રાવો પણ જેકેટ પહેરી પાર્ટી લુકમાં નજરે આવી રહ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
સમાચાર
બિઝનેસ
ગુજરાત
Advertisement