શોધખોળ કરો
Advertisement
મહેન્દ્ર સિંહ ધોનીની આ તસવીર સોશિયલ મીડિયામાં મચાવી રહી છે ધમાલ? જુઓ આ રહી તસવીર
ધોનીના મસલ્સના કટ્સ ઘણાં શાર્પ અને મજબુત લાગી રહ્યા છે. ધોની પગના આ મજબૂત મસલ્સના કારણે જ વિકેટ વચ્ચે સારી રીતે રનિંગ કરી શકે છે.
નવી દિલ્હી: મહેન્દ્ર સિંહ ધોનીને ક્રિકેટનો સૌથી મોટો ફિનિશર માનવામાં આવી રહ્યો છે. આ સાથે ધોની પોતાની ફિટનેસ માટે પણ બહુ જ ફેમસ છે. હાલ ધોની કાશ્મીરમાં ભારતીય સેના સાથે ટ્રેનિંગ લઈ રહ્યો છે. આવા સમય તેની એક તસવીર સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ છે. જે ચાહકોને ઘણી પસંદ આવી રહી છે. આ તસવીરમાં ધોનીના કાફ (પિંડલી) મસલ્સ જોવા મળી રહ્યા છે.
ધોનીના મસલ્સના કટ્સ ઘણાં શાર્પ અને મજબુત લાગી રહ્યા છે. ધોની પગના આ મજબૂત મસલ્સના કારણે જ વિકેટ વચ્ચે સારી રીતે રનિંગ કરી શકે છે. ધોનીને વિકેટો વચ્ચે સૌથી સારો રનર કહેવામાં આવે તો તેમાં કંઈ જ ખોટું નથી. ધોની વિકેટો વચ્ચે રનિંગના મામલે ટીમ ઈન્ડિયામાં જ નહીં દુનિયામાં નંબર 1 માનવામાં આવી રહ્યો છે.
કેપ્ટન કોહલી ધોનીની રનિંગની પ્રશંસા કરે છે. ધોનીની દોડના ઘણાં વીડિયો પર સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. 38 વર્ષનો ધોની એકદમ ફિટ છે. એક બેસ્ટ એથ્લીટના પગના સ્નાયુયો ઘણા મજબુત હોવા જરૂરી છે અને ધોની આ મામલે પરફેક્ટ છે.
બોલિવુડ અભિનેતા જોન અબ્રાહમ ધોનીના થાઈ મસલ્સ (જાંઘના સ્નાયુયો)ની પ્રશંસા કરી ચૂક્યો છે. ધોની પોતાના મજબુત મસલ્સના દમ ઉપર જ સારી રનિંગ કરે છે. સાથે મોટા શોટ રમવાની તાકાત પણ પગથી જનરેટ થાય છે. ધોની પગના મજબુત સ્નાયુઓના કારણે ક્યારેય અનફિટ થતો નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement