શોધખોળ કરો
Advertisement
હાર્દિક પંડ્યાએ ખરીદી ધોની-કોહલીથી પણ મોંઘી કાર, જુઓ તસવીરો
પંડ્યા બ્રધર્સે જે લેમ્બોર્ગિની કાર ખરીદી છે તેની કિંમત 3-5 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. 2 સીટ ધરાવતી આ ગાડી ઘણી હાઇટેક છે અને તેનું ઈન્ટીરિયર પણ જબરદસ્ત છે.
મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર ભાઈઓની જોડી કૃણાલ પંડ્યા-હાર્દિક પંડ્યા કારના ઘણા શોખીન છે. પંડ્યા બ્રધર્સ પાસે અનેક ગાડીઓ છે પરંતુ તેમાં હવે એકનો ઉમેરો થયો છે. તાજેતરમાં જ હાર્દિકે એક નવી લેમ્બોર્ગિની કાર ખરીદી છે, જેની કિંમત કરોડોમાં છે.
શનિવારે હાર્દિક તેના ભાઈ કૃણાલ સાથે મુંબઈના વર્સોવામાં જોવા મળ્યો હતો. બંને ભાઈઓ લેમ્બોર્ગિનીમાંથી ઉતરીને જીમમાં જતા જોવા મળ્યા હતા. જેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
પંડ્યા બ્રધર્સે જે લેમ્બોર્ગિની કાર ખરીદી છે તેની કિંમત 3-5 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. 2 સીટ ધરાવતી આ ગાડી ઘણી હાઇટેક છે અને તેનું ઈન્ટીરિયર પણ જબરદસ્ત છે. કારનું એન્જિન 515થી544 હોર્સપાવરનું છે. પેટ્રોલથી ચાલતી આ ગાડીની ફ્યૂલ ટેન્ક ક્ષમતા 90 લીટર છે, જે પ્રતિ લીટર 5-7 કિલોમીટરની માઇલેજ આપે છે.
વર્લ્ડકપ બાદ હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાથી બહાર છે. તેને વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં પૂરી રીતે આરામ આપવામાં આવ્યો છે. કૃણાલ પંડ્યાનો વેસ્ટ ઈન્ડિઝ સામેની ટી20માં સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં તે મેન ઓફ ધ સીરિઝ રહ્યો હતો.
મલાઇકાને છોડી અર્જુન કપૂર કઇ એક્ટ્રેસ પાછળ પડ્યો? જાણો વિગત
સુરતમાં પ્રથમ વખત રમાશે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ, જાણો કઈ ટીમ વચ્ચે થશે ટક્કર
દીપિકા પાદુકોણ પ્રેગ્નેન્ટ છે? રણવીર સિંહના લાઈવ ચેટમાં શું જાણવા મળ્યું? જાણો વિગત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
અમદાવાદ
સ્પોર્ટ્સ
ક્રિકેટ
Advertisement